“પ્રોસ્થેટિક લેગ” એટલે કે કૃત્રિમ પગ ધરાવતા જાંબાઝ દોડવીરો લાખ્ખો લોકો માટે પ્રેરણા અને આકર્ષણનું કેન્દ્ર બનશે
એમ.જી. વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોનની ૧૦ મી આવૃત્તિ રવિવારે યોજાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી કરાવશે પ્રસ્થાન
(માહિતી) વડોદરા, ૧૦ મી એમ.જી. વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોન દ્વારા વડોદરા ફરી એકવાર તા.૮ મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. એમ.જી. વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોનનો એક ઝળહળતો ઈતિહાસ રહ્યો છે કે મુખ્યમંત્રીશ્રી દ્વારા દરેક મેરેથોનને ફલેગ ઓફ આપવામાં આવે છે. એ જ પરંપરા જાળવી રાખતાં આ વર્ષે પણ ૧૦ મી એમ.જી. વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોનને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રવિવારે ફ્લેગ ઓફ કરાવી મેરેથોનનો શુભારંભ કરશે. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહી ફ્લેગ ઓફમાં જાેડાશે.
કુણાલ ફડનીસ – મનીષ મારુ – સુનીલ અગ્રવાલ – મિતેષ દાંડે – ઈકબાલ મન્સૂરી – રાજુ વાઘેલા – વ્રિજેશ ઠક્કર – આ બધાંમાં શું સામ્યતા છે? હા, આ બધા વ્યક્તિઓ વડોદરાના જ રહેવાસી છે. આ તમામ મેરેથોન રનર્સ છે. પણ ફક્ત એટલું જ નહીં, આ બધા દિવ્યાંગ રનર્સ છે, તેઓ પ્રોસ્થેટિક લેગએટલે કે કૃત્રિમ પગ ધરાવે છે. વડોદરા મેરેથોન વડોદરાની ઓળખ બની હોય તો મેરેથોનનો દિવ્યાંગ પેરાલિમ્પિક રનએ વડોદરા મેરેથોનની આગવી ઓળખ બની ચૂકી છે. તેમાંયે કૃત્રિમ અવયવો ધરાવતા આ તમામ દોડવીરો આપણને સૌને જિંદગીને ઝિંદાદિલીથી જીવવાની પ્રેરણા આપે છે.
આ તમામ દિવ્યાંગ રનર્સ અલગ અલગ કારણોસર વડોદરા મેરેથોનમાં જાેડાયા છે. કોઈ સ્વતઃ પ્રેરણાથી, અંતઃસ્ફુરણાથી તો કોઈ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઈન્ડિયાના આહવાનથી પ્રેરિત થઈને જાેડાયા છે. અમુક પોતાના ઉદાહરણથી સમાજને – આપણને સૌને પ્રોત્સાહિત કરવાના ઉમદા આશયથી આવ્યા છે.કોઈ તન-મનની ફિટનેસ વધારવા માટેના આ સામૂહિક ઈવેન્ટમાં સક્રિયપણે સહકાર આપવા – તેનો ભાગ બનવા માટે જાેડાયા છે.
ઉદાહરણ તરીકે, કુણાલભાઈ ફડનીસે એક ગમખ્વાર રેલ્વે અકસ્માતમાં પોતાના બંને પગ ગુમાવી દીધા હતા. પરંતુ નિરાશાને ખંખેરીને કુણાલભાઈ એકટિવ લાઈફ જીવી રહ્યા છે. કુણાલભાઈ તો વડોદરા મેરેથોન શરૂ થઈ ત્યારથી જ એટલે કે દસ વર્ષથી તેની સાથે જાેડાયેલા છે અને આજ દિન સુધી હજારો લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. વડોદરા મેરેથોનનો દિવ્યાંગ પેરાલિમ્પિક રનએ ચેરપર્સન શ્રીમતી તેજલબેન અમીનના હ્રદય સાથે જાેડાયેલી કેટેગરી છે.
પ્રોસ્થેટિક લેગ ધરાવતા દોડવીરો બાબતે તેઓ જણાવે છે કે, “પોતાના પગ કાયમી ધોરણે ગુમાવી દીધા હોવા છતાં આ તમામ રનર્સે પોતાની હિંમત અને ખુમારી અકબંધ રાખી છે. નિરાશ થઈને બેસી જવાને બદલે તેઓએ તન-મનથી એકટિવ રહેવાનું પસંદ કર્યું છે. આપણા સૌ માટે આનાથી વધુ પ્રેરણાદાયી બીજું શું હોઈ શકે ? તો આવો, આપણે સૌ ભેગા મળીને એકબીજાનો ઉત્સાહ વધારીએ.”
વડોદરા મેરેથોનની સમગ્ર ટીમ આ તમામ દિવ્યાંગ રનર્સના “દ્ગીદૃીિ જીટ્ઠઅ ડ્ઢૈીવાળા પોઝિટિવ એટિટયૂડને, તેમના અદમ્ય ઉત્સાહને, ખમીરવંતી ખુમારીને અને જબરદસ્ત ઝિંદાદિલીને સલામ કરે છે અને સમસ્ત વડોદરાવાસીઓને તથા મહારાજા સયાજીરાવ ગાયકવાડની આ સંસ્કારી નગરીના હાલમાં મહેમાન હોય તેઓને પણ આ રવિવારે આ ૧૦ મી એમ.જી.વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોન-૨૦૨૩ માં જાેડાવા માટે દિલથી અપીલ કરે છે. આવો, આપણે સૌ ભેગા મળીને ફિટ – તંદુરસ્ત સમાજ અને દેશ બનાવીએ અને આપણને મળેલા વડોદરા શહેરરૂપી આ ભવ્ય વારસા – હેરિટેજને વૈશ્વિક સ્તરે એક આગવી ઓળખ અપાવવામાં નિમિત્ત બનીએ.