અરવલ્લી જિલ્લા સંઘ દ્વારા છાયાબેન વ્યાસને શ્રદ્ધાંજલિ અપાઈ
(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા ખાતે આજરોજ અરવલ્લી જિલ્લા સહકારી સંઘની સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલની ઉપસ્થિતિ યોજાયેલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં સંઘના સહકાર ભવનના દાતા પરિવારના શેઠ વિનોદભાઈ સોમાલાલ વ્યાસના ધર્મપત્ની છાયાબેન વ્યાસને બે મિનિટનું મૌન પાળીને અને સદગતના પરિવારની સેવાઓને બિરદાવીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપાધ્યક્ષ ભીખાજી ડામોર, ડિરેક્ટર શામળભાઇ એમ.પટેલ, રાજેન્દ્રસિંહ ભાટી, બાબુભાઇ એમ.પટેલ,હસમુખભાઈ પટેલ, ગુલાબચંદ પટેલ,વિનોદભાઈ કે.શાહ અને એક્ઝિક્યુટિવ ઓફિસર હરિપ્રસાદ જાેશી ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા ભાજપના પ્રમુખ અને સંઘના ડિરેક્ટર રાજેન્દ્રભાઇ પટેલ અને પંકજભાઈ પટેલે અનિવાર્ય કારણોસર બહાર હોઈ ટેલિફોનિક સંદેશામાં પોતાની શ્રદ્ધાંજલિ અર્પી હતી.