અભિનેતા શાહિદ કપૂર અને પત્ની મીરા રાજપૂત ગોવામાં
મુંબઈ, ગોવાનું નામ આવે એટલે સૌથી પહેલા દરિયો દેખાય, દરિયાકિનારો દેખાય, પણ ગોવામાં દરિયા સિવાય પણ ઘણું બધું છે. બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત નવા વર્ષની શરુઆતમાં વેકેશન માણવા માટે ગોવા પહોંચ્યા હતા.
મીરા રાજપૂત ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલી નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. મીરા રાજપૂતે ગોવા વેકેશનની મનમોહક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ વીડિયો અને તસવીરો જાેઈને લાગી રહ્યું છે કે કપૂર ફેમિલીએ એડવેન્ચર ટ્રિપની ભરપૂર મજા માણી છે. મીરા રાજપૂતે એકથી વધારે તસવીરો શેર કરી છે અને સાથે જ કેપ્શનમાં તમામ તસવીરોની વિસ્તૃત જાણકારી પણ આપી છે. મીરા રાજપૂતના સોશિયલ મીડિયા પર ખાણીપીણીને લગતી તસવીરો અવારનવાર જાેવા મળતી હોય છે. અત્યારે પણ મીરા રાજપૂતે કોંકણ થાળીનો ફોટો શેર કર્યો છે.
આ સિવાય જાેઈ શકાય છે કે મીરા રાજપૂતે પતિ શાહિદ કપૂર સાથે ટ્રેકિંગની પણ મજા લીધી હતી. મીરા રાજપૂતે કેપ્શનમાં દરેક તસવીરને લગતી જાણકારી આપી છે. પ્રથમ તસવીરમાં કોંકણ સ્પેશિયલ થાળી જાેવા મળી રહી છે. બીજી તસવીરમાં તેઓ જ્યાં રોકાયા હતા તે સ્થળ છે મીરાએ અહીંની સર્વિસ અને ખોરાકના વખાણ પણ કર્યા છે.
ત્રીજી અને ચોથી તસવીરમા મસાલાના ખેતર અને નાળિયેરની વાડી જણાઈ રહી છે. મીરા રાજપૂતે અહીં બેસીને કોકોનટ વોટરની મજા લીધી હતી. ત્યારપછી મીરાએ નેત્રાવલી ધોધ સુધી કરવામાં આવેલા ટ્રેકિંગની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. અને અંતિમ વીડિયોમાં જાેઈ શકાય છે કે મીરા રાજપૂત સ્વિમિંગ પૂલમાં કૂદકો મારી રહી છે.
આ પહેલા પણ મારી રાજપૂતે ગોવાના બીચ પરથી અમુક તસવીરો શેર કરી હતી. આ પોસ્ટમાં પણ મીરાએ ઘણા ફોટો અને વીડિયો શેર કર્યા હતા. સનસેટ સમયની તેની દરિયાકિનારાની તસવીર ખૂબ જ સુંદર છે. શાહિદ કપૂર સાથે પણ તેણે દરિયાકિનારે એક સુંદર તસવીર શેર કરી હતી. આ તસવીર નવા વર્ષના એક દિવસ પહેલાની હતી. તેણે લખ્યું કે, ૨૦૨૩ની રાહ જાેઈ રહ્યા છીએ.
શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્ન જુલાઈ, ૨૦૧૫માં થયા હતા. ઓગસ્ટમાં તેમની દીકરી મિશાનો જન્મ થયો હતો. શાહિદ અને મીરા ૨૦૧૮માં બીજા બાળકના માતા-પિતા બન્યા હતા. તેમણે દીકરાને ઝૈન નામ આપ્યું છે. શાહિદ કપૂર સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ જર્સીમાં જાેવા મળ્યો હતો. હવે તે રાજ અને ડીકેની સીરિઝ ફર્ઝી સાથે ઓટીટીમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.SS1MS