માણાવદરમાં સિધ્ધનાથ મહિલા મંડળ દ્વારા કુટીર મેળો યોજાયો
(પ્રતિનિધિ) માણાવદર, સમય અને સંજાેગ બદલાતા અબળા ગણાતી નારી આજે સબળા બની છે પુરુષ સમોવડી બનીને તે પુરુષના વ્યવસાયલક્ષી પગલે ચાલી રહી છે એક સમયે સ્ત્રી ઘરની બહાર પણ નીકળતા શરમ અનુભવતી હતી ત્યાં આજે તે અવનવા ક્ષેત્રોમાં જાેડાઈ પુરુષોને પણ ટક્કર આપી છે.
તેનો દાખલો માણાવદરના સથવારા સમાજની મહિલાઓએ નિર્મિત કરેલું સિધ્ધનાથ મહિલા મંડળ છે આ મહિલાઓએ લઘુઉદ્યોગ સ્થાપી આવી કાળજાળ મોંઘવારીમાં લોકો સસ્તા ભાવની વસ્તુઓ ખરીદી શકે તે માટે તેમણે માણાવદરમાં કુટીર મેળાનું આયોજન ત્રણ દિવસ કર્યું છે. આ મેળામાં તેમને બનાવેલી હોમમેડ જેવી કે પાપડ, ચીકી, ચેવડો, વાટ, ચોકલેટ કુર્તીપુરીનું રાહત ભાવે વેચાણ કરેલ છે તેમજ હેન્ડલુમ ઘરઘંટી, અગરબત્તી, ફાસ્ટફૂડ, તથા અન્ય વસ્તુઓ એકદમ પરવડે તેવા ભાવમાં વેચી સ્ત્રીઓને આવા મેળા યોજવાની શીખ આપી હતી મોંઘાઈને સ્ત્રી જેટલું સમજતી હોય તેટલું પુરુષ ના સમજે એવા હેતુ સબ આ કુટીર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું