ઉત્તરાયણ મુદ્ ઉમલ્લા પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

(પ્રતિનિધિ) ભરૂચ, ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈ પટેલ ની અધ્યક્ષતામાં ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારના આવતા ગામોના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં ઉમલ્લા પોલીસ મથક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા બાબતે ઉમલ્લા પી.એસ.આઈ પટેલ દ્વારા આગેવાનોને જરૂરી સુચનાઓ આપતા જણાવ્યું હતું કે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા તેમજ વ્યાજના દૂષણને દુર કરવા જરૂરી સૂચનો તેમજ માર્ગ દર્શન આપ્યું હતું
તેમજ ઈન્દોર ગામના આગેવાન સી ડી પટેલ ઉમલ્લા પોલીસ મથકના પી.એસ.આઈને ઓવરલોડ તેમજ ભીતિ રેતી લઈ જતા વાહનો ઉપર કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી? તેમજ ઉમલ્લાના વેપારીઓ દ્વારા મેઈન બજારમાં ટ્રાફિકની સમસ્યાની રજૂઆત કરવામાં આવી હતી.
પી.એસ.આઈ દ્વારા રજૂઆત ધ્યાનમાં લઈ કાયદાકીય કાર્યવાહી કરવાની બાહેધરી આપી હતી.મોટી સંખ્યામાં ઉમલ્લા ની આજુબાજુ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.