Western Times News

Gujarati News

ડાંગ જિલ્લાના ચીંચલી ગામે ગ્રંથાલયનો શુભારંભ કરાયો

( ડાંગ માહિતી ) આહવા પુસ્તકો થકી યુવાધન શિક્ષિત બને તેમજ સમાજના વ્યક્તિત્વ ઘડતરમા પુસ્તકો ઉપયોગી સાબિત થાય તે માટે ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમા આવેલ ચીંચલી ગામે યુવાઓ દ્વારા “આપણુ પુસ્તકાલય ગ્રામ ગ્રંથાલય સહ સાંસ્કૃતિક કેદ્ર-ચીંચલી ” નો શુભારંભ કરવામા આવ્યો હતો.

ગ્રંથાલયના શુભારંભ પ્રંસગે ડાંગ જિલ્લા સદસ્ય શ્રી મધુભાઈએ જણાવ્યુ હતુ કે, આજનો યુવાધન વ્યસનમા પોતાની જિંદગીને વ્યર્થ બનાવી રાખે છે. પરંતુ કુટેવો છોડીને શિક્ષણ ક્ષેત્રમા પગરવ માંડે તે જરૂરી બની ગયુ છે. પુસ્તકાલયમા યુવાઓ પોતાનો સમય પસાર કરી સારા પુસ્તકોનુ વાંચન કરી પોતાના જીવનમા બદલાવ લાવી શકે છે.

તાલુકા સદસ્ય શ્રી સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, આજે માહિતીના સ્ત્રોત ઘણા છે, પરંતુ સાચી માહિતી મેળવવા માટે યુવાઓએ પુસ્તકોનો ઉપયોગ કરવો જરૂરી છે. સાચી માહિતી સમાજ નિર્માણ માટે ઉપયોગી સાબિત થશે. તેમજ શિક્ષિત સમાજ હંમેશા પ્રગતિ કરી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.