Western Times News

Gujarati News

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા સાયબર લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમમાં સાયબર એક્સપર્ટ દ્વારા વિગતવાર સાયબર ક્રાઈમથી બચવા માહિતી અપાઈ

(પ્રતિનિધિ) ભરૂચ, સાયબર ક્રાઈમમાં ઓનલાઈન રૂપિયા તેમજ અશ્લીલ હરકતોના બહાને છેતરપિંડી તેમજ ફોટા એડિટિંગ કરી રૂપિયા પડાવવાના કાળસામાં જનજાગૃતિના કાર્યક્રમો થકી ભરૂચ પોલીસ દ્વારા આજના યુવાધનોમાં જાગૃતતા આવે તે માટે સેમિનાર યોજી લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોશ્યલ મીડિયાના જમાનામાં અનેક લોકો છેતરપિંડીના ભોગ બની રહ્યા છે.ત્યારે ઓનલાઈન લોન મેળવ્યા બાદ રૂપિયા ચૂકવ્યા બાદ પણ અનેક લોકો છેતરપિંડીના ભોગ બનતા હોય છે.સાથે ઓનલાઈન બેંક ટ્રાન્જેક્શન સાથે પોતાના એટીએમ કાર્ડ,પાનકાર્ડ સહિતની માહિતી પણ અજાણ્યાઓને આપવાથી પણ વ્યક્તિ છેતરપિંડીનો ભોગ બનતો હોય છે.

સાથે જ છેલ્લા ઘણા સમયથી પણ ઓનલાઈન સોશ્યલ મીડિયા ઉપર અજાણી સ્ત્રીના વિડિયો કોલ આવે છે અને વીડિયો કોલના માધ્યમથી સામે સ્ત્રી અશ્લીલ હરકતો કરતી હોય છે અને તેના કારણે ઘણી વખત યુવકો પણ તેની અશ્લીલ હરકતોનો ભોગ બનતા હોય છે.તેના વિડીયો રેકોર્ડિંગ કરીને પણ ઘણી વખત સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવકો છેતરાતા હોય છે એટલું જ નહીં સોશ્યલ મીડિયામાં મૂકવામાં આવતા વિડીયો અને ફોટાનો પણ કેટલાક ભેજાબાજાે દૂર ઉપયોગ કરીને બોગસ સોશ્યલ મીડિયા ઉપર આઈડી બનાવીને લોકોને છેતરવાનું કામ કરતા હોય છે.ત્યારે આવી ફરિયાદોના પગલે ભરૂચ જીલ્લા પોલીસવડાની ઉપસ્થિતિમાં સાયબર જનજાગૃતિનો કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારના ઠાકોર કલા ભવન હોલ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જીલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ લોકોને સોશ્યલ મીડિયા ઉપર થતા ફોર્ડથી ચેતવા અને આજના યુવાનોમાં જાગૃતતા આવે તે માટે કોલેજના અને સ્કૂલના યુવાનો સાથે સાયબર ક્રાઈમ ઘટે અને લોકોમાં જન જાગૃતતા આવે તેના ભાગરૂપે સાયબર જાગૃતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
સોશ્યલ મીડિયા ઉપર પોતાની કોઈપણ પ્રાઈવેટ માહિતી અજાણ્યા વ્યક્તિને ન આપવી જાેઈએ તેમ જ સોશ્યલ મીડિયાનો શક્ય બને તેટલો સદઉપયોગ કરો અને દૂર ઉપયોગ નહીં જેવા વિવિધ મુદ્દાઓ ઉપર સાયબર ક્રાઈમ લોક જાગૃતતા સેમિનાર યોજવામાં આવતા શહેરની વિવિધ શાળાના અને કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.