મુંબઈ એરપોર્ટ પર કસ્ટમે એક વ્યક્તિની બેગમાંથી ૨૮ કરોડનું કોકેઈન જપ્ત કર્યુ
મુંબઈ, હની ટ્રેપની વધુ એક ઘટના મુંબઈ સામે આવી છે. મુંબઈ એરપોર્ટના કસ્ટમ વિભાગે એક વ્યક્તિની બેગમાંથી રૂ. ૨૮ કરોડનું કોકેઈન જપ્ત કર્યું છે. ત્યારબાદ કસ્ટમ અધિકારીઓએ આ ભારતીય મુસાફરોની ધરપકડ કરી છે. કસ્ટમ વિભાગે જણાવ્યું કે, તે વ્યક્તિ હની ટ્રેપનો શિકાર થયો તે વ્યક્તિને અન્ય વ્યક્તિએ ડ્રગ્સ લઈ જવાની લાલચ આપી હતી. જેને તે સોશિયલ મીડિયા પર મળ્યા હતા.
કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું કે આ વ્યક્તિ દાણચોરીમાં સામેલ થવા માટે હનીટ્રેપ કરવામાં આવ્યો હતો. તેની બેગમાંથી રૂ. ૨૮.૧૦ કરોડની કિંમતનું ૨.૮૧ કિલો કોકેન મળી આવ્યું છે. મુંબઈ એરપોર્ટ પર ડ્રગ્સ જપ્ત થવું તે આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ કસ્ટમે ઘણી વખત ડ્રગ્સ સ્મગલરની ધરપકડ કરી છે. ૬ જાન્યુઆરીના રોજ ચાર દિવસ પહેલા જ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ બે અલગ-અલગ કેસમાં ?૩૧.૨૯ કરોડની કિંમતનું ૪.૪૭ કિલો હેરોઈન અને ?૧૫.૯૬ કરોડની કિંમતનું ૧.૫૯ કિલો કોકેઈન જપ્ત કર્યું હતું.
એક આંતરરાષ્ટ્રીય મુસાફરે ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં હેરોઈન છુપાવ્યું હતું, જ્યારે અન્ય પેસેન્જર કપડાના બટનમાં કોકેઈન સાથે પકડાયો હતો. કસ્ટમ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ બે અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા હતા અને આરોપી મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી.