Western Times News

Gujarati News

પઠાણનું ટ્રેલર રિલિઝ થવા સાથે લોકોની અલગ-અલગ પ્રતિક્રિયા

મુંબઈ,  શાહરુખ ખાન,દીપીકા પાદુકોણ અને જૉન અબ્રાહમની ફિલ્મ પઠાનનું ટ્રેલર આજે ૧૦ જાન્યુઆરી મંગળવારનાં રોજ રીલીઝ થઈ ગયુ. જ્યારથી ફિલ્મનું પ્રોડક્શન ચાલુ થયુ હતુ ત્યારથી આ ફિલ્મને લઈને ઘણા વિવાદોથી ઘેરાયલી રહી છે. ક્યારેક ફિલ્મના ગાતોને લઈને તો ક્યારેક ગીતમાં પહેરેલા ડ્રેસના રંગથી આ ફિલ્મ સતત ચર્ચામાં રહી છે. ટ્રેલર રિલીઝ થવા પહેલા લોકો એવુ માનતા હતા કે ટ્રેલર આવતા જ લોકો ફરીથી ફિલ્મને બાયકોટ કરી નાખશે.

પરંતુ ટ્રેલર જાેયા પછી મામલો કંઈક અલગ જ જાેવા મળ્યો છે. આ પહેલા પણ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યુ હતુ. લોકોને ફિલ્મનો બહિષ્કાર કરવાનું કોઈ ઠોસ કારણ મળ્યું નથી, પરંતુ તેમ છતાં ખામીઓ કાઢવાવાળાઓની પાસે કોઈ કમી નથી હોતી. લોકોને આ ટ્રેલરમાં પણ ખામીઓ જાેવા મળી છે. જાે કે, તેમનામાં કંઈપણ અર્થ પૂર્ણ લાગ્યુ ન હતુ. પઠાણનું ટ્રેલર આવતાની સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ ફિલ્મના ટ્રેલરને લઈને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે ફિલ્મના કેટલાક ડાયલોગ્સને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.