કન્યા વિદ્યાલય ખેડબ્રહ્મામાં આનંદ મેળો યોજાયો
(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, સંત રામજીબાપા કચ્છ કડવા પાટીદાર કન્યા વિદ્યાલયમાં તારીખ ૧૧- ૧- ૨૨ ના રોજ આનંદમેળાનુ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૧.૧૫ કલાકે દીપ પ્રાગટ્ય મા. વિરેન્દ્રસિંહ, મા.આચાર્યા બહેન જસ્મીનાબેન, કેળવણી મંડળના પ્રમુખ મણીભાઈ પટેલ, મંત્રી રશ્મિકાંતભાઈ પટેલ, અન્ય કારોબારી સભ્યઓ, અને અન્ય મહેમાનો દ્વારા કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.
આ આનંદમેળામાં શાળાના કેજી થી ધોરણ ૧૨ સુધીના ૫૬૫ વિદ્યાર્થીઓએ જુદા જુદા ૨૪ સ્ટોલ બનાવ્યા હતા. જેમાં ખીચું, પાન ચા, કટલરી, આઈસ્ક્રીમ, હેલ્ધી કોર્નર તથા પાણીપુરી વિગેરે મુખ્ય હતા. આ આનંદ મેળામાં શાળાના તમામ બાળકોએ ખૂબ જ આનંદભેદ ભાગ લીધો હતો ભાગ લેનાર સર્વને આચાર્ય બહેન જસ્મીનાબેન તથા મંડળના અભિનંદન પાઠવ્યા હતા.