Western Times News

Gujarati News

મોબાઈલ-ઈ મેઇલ યુગમા મૃતપાય થતી ટપાલ પ્રથા જીવંત કરવાનો અનોખો પ્રયાસ

(પ્રતિનિધિ)હળવદ, શ્રી ઉમા કન્યા વિદ્યાલય હળવદની ધોરણ ૧૨ની છાત્રાઓ એ આધુનિક મોબાઈલ-ઈ મેઇલ યુગમા મૃતપાય થતી જતી ટપાલ પ્રથાને જીવંત કરવા માટે એક અનોખો પ્રયાસ કરેલ છે.આજના મોબાઈલ યુગમા ભાગ્યે જ કોઈકના ઘરે ટપાલ આવતી હોય છે.એક સમય હતો જ્યારે લોકો દિવાળીના સમયે પણ દિવાળી કાર્ડ લખીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા હતા.

એક દશક પેહલાના સમયમા ટપાલનુ આગવુ-અનોખુ મહત્વ હતુ.હાલ ધોરણ ૧૨ના અભ્યાસક્રમમા તાર-ટપાલ વિભાગનો એક વિષય રહ્યો છે.આ વિષયને અનુલક્ષીને હોસ્ટેલમા રહેતી ધોરણ૧૨ની છાત્રાઓ એ પોતાના પરિવારને એક ટપાલ લખીને મકરસંક્રાંતિના તહેવારમા પતંગ ચગાવતી વખતે અગાસી ઉપરથી પડવાથી,વીજળીના તારને અડકવાથી થતા અકસ્માતોથી બચીને સુરક્ષિત રહેવાની વાત કરી છે.

ખુલ્લા આકાશમા ઉડતા પક્ષીઓને નુકસાન ન થાય,તે માટે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા,જીવ દયાની ભાવના વ્યક્ત કરી છે.મકરસંક્રાંતિના તહેવારોમા સાવચેતી રાખીને પતંગ ચગાવીને તહેવારોની ઉજવણી કરવા જણાવતી અપીલ કરી છે.વર્તમાન સમયમા ટપાલનુ મહત્વ વિસરાઈ રહ્યુ છે.ત્યારે,આ છાત્રાઓ એ પોતાના ઘરે ટપાલ લખીને ટપાલ પ્રથાને જીવંત રાખવા પ્રયત્ન કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.