આગમાં મહિલા અને તેની બે દીકરીઓ બળીને ખાખ

હમીરપુર, યુપીના હમીરપુર જિલ્લામાં શોર્ટ સર્કિટના કારણે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં ઘરમાં સૂતી મહિલા અને તેની બે માસુમ દીકરીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રૂમ હીટર ચાલુ હતું ત્યારે શોર્ટ સર્કિટ થઈ અને આખા ઘરમાં આગ લાગી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, કુરારા પોલીસ સ્ટેશન વિસ્તારના જલ્લા ગામમાં મહિલા અનિતા, તેની ૬ વર્ષની પુત્રી મોહિની અને ૩ વર્ષની રોહિણી ઘરમાં હાજર હતા.
રૂમ હીટર ચાલુ હતું ત્યારે શોર્ટ સર્કિટ થતાં આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. આસપાસના લોકોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. કોઈ કંઈક કરે ત્યાં સુધીમાં ત્રણેય બળીને ખાખ થઈ ગયા હતા. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજાે મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
પોલીસ અધિક્ષક સુભમ પટેલે જણાવ્યું કે બુધવારે રાત્રે લગભગ ૧૦.૩૦ વાગ્યે પોલીસને માહિતી મળી હતી કે કુરારા પોલીસ સ્ટેશન વિસ્તારના જલ્લા ગામમાં એક મકાનમાં આગ લાગી છે, જેમાં કેટલાક લોકો ફસાયા છે.
ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અત્યાર સુધી જે વાત સામે આવી છે તેના પરથી જાણવા મળ્યું છે કે રૂમ હીટરમાં શોર્ટ સર્કિટના કારણે આ અકસ્માત થયો હતો.SS1MS