Western Times News

Gujarati News

એશિયા પેસિફિક દેશોમાં ૧૮ જેટલાં BAPS મંદિરો દ્વારા સામાજિક સેવાકાર્યોનું ઉમદા કાર્ય

Hon. Anthony Albanese Prime Minister of Australia

પ્રમુખસ્વામી મહારાજે એશિયા પેસિફિક દેશોમાં ભારતીય સંસ્કૃતિના પડઘમ ગુંજાવ્યા-૧૮ જેટલાં BAPS મંદિરો દ્વારા થઈ રહ્યું છે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ અને સામાજિક સેવાકાર્યોનું ઉમદા કાર્ય 

સિંગાપોર, થાઈલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાથી લઈને એશિયા પેસિફિકના અનેકવિધ દેશોમાં ભવ્યતાથી ઉજવાયા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવો   – વ્યસનમુક્તિ, પર્યાવરણ જાગૃતિ, આરોગ્યજાગૃતિના યોજાયા કાર્યક્રમો  

એપ્રિલ, ૨૦૨૨ માં સિડનીમાં ‘ઓપેરા હાઉસ’ ખાતે ૩૦૦૦ ભક્તો-ભાવિકોની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ ઉજવાયો હતો

નવેમ્બર, 2022માં મેલબોર્નમાં ‘માર્વેલ’ સ્ટેડિયમમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવમાં 7500 ભક્તો-ભાવિકો, 32 સાંસદ સભ્યો અને 212 જેટલી વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ નિમિત્તે સિડનીમાં 60 સ્વયંસેવકો દ્વારા વિશ્વની સૌથી મોટી 1023 કિલોની,  ‘eggless’ મહા અન્નકૂટ કેકનું નિર્માણ, ઓસ્ટ્રેલિયન બુક ઓફ રેકોર્ડ્સમાં દર્જ થયો રેકોર્ડ

 

પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિરના આકારની કેક બનાવવામાં આવી હતી , કેક બનાવતી સમયે સ્વયંસેવકોએ ૨૫૩૫ વાર ૧૦૮ નામ ધરાવતી સહજાનંદ નામાવલિનો કર્યો હતો પાઠ

સપ્ટેમ્બર, ૨૦૨૨માં  કેનબેરામાં ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટમાં પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરતો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો, BAPSના ઓસ્ટ્રેલિયામાં ૧૦ કરતાં વધુ મંદિરો અને ૫૮ જેટલાં સત્સંગ કેન્દ્રો દ્વારા થઈ રહેલા સામાજિક સંવાદિતા, સેવા અને સંસ્કારપ્રસારના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું

Hon. Anthony Albanese Prime Minister of Australia on Video message.

સિડની, કેનબેરા, મેલબોર્ન, પર્થ, બ્રિસ્બેન, એડિલેડમાં BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના

ઓગસ્ટ, ૨૦૨૨માં મેલબોર્નમાં પાર્લામેન્ટ ઓફ વિક્ટોરિયાની લાઇબ્રેરીમાં  પ્રસ્થાનત્રયી (શ્રીમદ્ ભગવદ્ ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર) પર BAPS ના મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ લખેલાં સ્વામિનારાયણ ભાષ્યો, પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે રચેલ સત્સંગદીક્ષા ગ્રંથ અને ડો. કલામ દ્વારા લખાયેલ પુસ્તક ‘ટ્રાન્સેન્ડન્સ’  અર્પણ કરવામાં આવ્યા

128 બાળ-બાલિકાઓએ સ્વામિનારાયણ મહાપૂજાની તાલીમ પ્રાપ્ત કરી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ૧૫૦૦ કરતાં વધુ મહાપૂજા કરી 

આદરણીય જૈન ધર્મગુરુ પરમ પૂજ્ય વિજય અભયસૂરીશ્વરજી મહારાજ દ્વારા સ્વર્ણિમ શાહીથી લખાયેલી હસ્તલિખિત શિક્ષાપત્રી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને અર્પણ કરવામાં આવી

ભારતમાં કઝાકિસ્તાનના રાજદૂત માનનીય અર્દક કાકિમઝાનોવે શુભેચ્છા સંદેશનું પઠન કરતાં જણાવ્યું,

Ardak Kakimzhanov Ambassador of Kazakhstan to India

“પ્રમુખસ્વામી મહારાજ નગર સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપે છે. પ્રમુખસ્વામી મહારાજની કરુણા અને પ્રેમ સમગ્ર વિશ્વને સ્પર્શી ગયા  છે.”

ભારતમાં મંગોલિયાના રાજદૂત માનનીય શ્રી ગેનબોલ્ડ ડંબજાવે જણાવ્યું,

H.E. Ganbold Dambajav Ambassador of Mongolia to India

“પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે આપ સૌને હાર્દિક શુભકામનાઓ. મે ૨૦૧૯ માં દિલ્હી અક્ષરધામના દર્શન કર્યા હતા,  અક્ષરધામ ખૂબ જ અદ્ભુત છે. મોંગોલિયા અને ભારત એ આધ્યાત્મિક પાડોશી છે.”

ભારતમાં ઇઝરાયેલના રાજદૂત શ્રી માનનીય નાઓર ગિલોને જણાવ્યું,

H.E. Naor Gilon Ambassador of Israel to India

“પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવન અને કાર્યો દ્વારા સમગ્ર વિશ્વના લોકોને પ્રભાવિત કર્યા છે. ૧૯૯૯માં પ્રમુખસ્વામી મહારાજે ઇઝરાયેલ દેશને પાવન કર્યો હતો અને જુદા જુદા ધર્મો પ્રત્યે આદર દર્શાવીને પ્રમુખસ્વામી મહારાજે હિન્દુ અને યહૂદી ધર્મ વચ્ચે સમન્વય અને સંવાદ સાધ્યો હતો. “

ભારતમાં ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર માનનીય ડેવિડ પાઈને જણાવ્યું,

High Commissioner David Pine New Zealand’s High Commissioner to India and Bangladesh, and Ambassador designate to Nepal

“મને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને ખૂબ જ ખુશી થઈ છે.૧૯૯૬માં પ્રમુખસ્વામી મહારાજે ન્યુઝીલેન્ડ દેશમાં અમારી પાર્લામેન્ટમાં પધારીને અમારો દેશ પાવન કર્યો હતો. આજે હિન્દુ ધર્મ બીજા મોટા ધર્મ તરીકે ન્યુઝીલેન્ડમાં પ્રસરી રહ્યો છે. આ સંસ્થાના ૮૦,૦૦૦ સ્વયંસેવકોનું સમર્પણ અને સેવા ખૂબ જ અદ્ભુત છે.”

ઓસ્ટ્રેલિયા સરકારના MP માનનીય જેસન વુડે જણાવ્યું,

“મારું સૌભાગ્ય છે કે મને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા મળ્યો અને ઓસ્ટ્રેલિયાથી ભારત આવવાનું સફળ થયું. મહંતસ્વામી મહારાજનો અથાગ પુરુષાર્થ અને તેમની નેતાગીરી ખરેખર અદ્ભુત છે અને આજે આ સંસ્થા વિશ્વનાં ખૂણે ખૂણે પહોંચી રહી છે

અને સમાજ સેવાનાં ઉત્તમ કાર્યો કરી રહી છે તેમજ હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કારોનો પ્રચાર અને પ્રસાર કરી રહી છે. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા ‘ બીજાના ભલામાં આપણું ભલું ‘ તે જીવન ભાવના સાથે જીવ્યા છે. કોરોના સમયે ઓસ્ટ્રેલિયા દેશમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાએ ભારતીય વિદ્યાર્થીઓ તેમજ દેશના નાગરિકો માટે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી હતી તે માટે હું આપનો આભારી છું.”

વિક્ટોરિયા રાજ્ય સરકાર(પૂર્વ), ઓસ્ટ્રેલિયાના માનનીય ક્રેગ ઓંડાર્ચીએ જણાવ્યું,

Hon. Craig Ondarchie Former Shadow Minister – Victoria State Government, Australie

“’બીજાના ભલામાં આપણું ભલું ‘ એ સૂત્ર દ્વારા પ્રમુખસ્વામી મહારાજે બીજા માટે જીવવાની ઉત્તમ શીખ અને પ્રેરણા આપી છે. બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી ઓસ્ટ્રેલિયામાં અનેકવિધ સામાજિક કાર્યો કરી રહી છે તે માટે હું આપનો આભારી છું.

મારા હૃદયમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા માટે ખૂબ જ પ્રેમ અને આદરભાવ રહેલો છે. મહંતસ્વામી મહારાજે મારી ઓફિસમાં આવીને મને આશીર્વાદ આપ્યા હતા અને તે આશીર્વાદ દ્વારા હું આજે સારામાં સારી સમાજસેવા કરી શકું છું. ‘મહંત સ્વામી મહારાજ! તમે મારી ઓફિસમાં આવ્યા અને આશીર્વાદ આપ્યા એ ક્ષણ ક્યારેય નહિ ભૂલી શકું અને કૃપા કરીને પાછા મેલબોર્ન આવશો, અમારા દેશને તમારી જરૂર છે.”

ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર માન. બેરી ઓ’ફેરેલ AOએ જણાવ્યું, “મારા માટે સૌભાગ્યની વાત છે કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું. હું પ્રમુખસ્વામી મહારાજનો આભારી છું કારણકે આ સંસ્થા સાચા અર્થમાં અમારા દેશમાં સમાજ સેવાનું કાર્ય કરી રહી છે.”

ભારતમાં શ્રીલંકાના હાઈ કમિશનર માનનીય શ્રી અસોકા મિલિન્દા મોરાગોડાએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ ખૂબ જ દિવ્ય આધ્યાત્મિક નેતા હતા જેમણે ‘ બીજાના ભલામાં આપણું ભલું”  તે સૂત્ર આપ્યું હતું અને તે જીવનભાવના સાથે જીવ્યા હતા. સુનામી સમયે આ સ્વામિનારાયણ સંસ્થાએ ખૂબ જ અદ્ભુત રાહત કાર્ય કર્યું હતું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.