Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મફત રાશન યોજનામાં કર્યા ફેરફાર, ૮૦ કરોડ લોકોને થશે ફાયદો

નવી દિલ્હી, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાય મહત્વના ર્નિણયો લેવાયા છે. જેમાં મફત અનાજવાળી તમામ યોજનાઓને સરકારે હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં સામેલ કરી દીધી છે. પહેલા ગરીબી રેખા નીચે આવતા લોકોને અંત્યોદય અન્ન યોજના અને આવી જ બીજી યોજનાઓ ચલાવી રહ્યા હતા.

જેના દ્વારા ગરીબોને મફત રાશન આપવામાં આવતું હતું. હવે એક જાન્યુઆરીથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત દેશભરમાં ગરીબોને રાશન આપવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં ચર્ચા બાદ આ ર્નિણય પર મહોર લગાવામાં આવી છે. આ નવી યોજનાની શરુઆત ૧ જાન્યુઆરી ૨૦૨૩થી થઈ ગઈ છે અને દેશના ૮૦ કરોડ ગરીબોને તેનો લાભ મળી રહ્યો છે.

આ યોજનાની શરુઆત થયા બાદ ૨૦૨૩માં પ્રાઈમરી હાઉસહોલ્ડ અને અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફત રાશન આપવામાં આવે છે.

કેન્દ્ર સરકાર તરફથી કહેવાયું છે કે, PMGKAY અંતર્ગત દેશભરના ગરીબોને રાશન વિતરણ કરવામાં પારદર્શિતા લાવવા અને તમામ રાજ્યોને એક જેવી વ્યવસ્થા લાગૂ થશે. એ એકીકૃત યોજના ગરીબો માટે ખાદ્યાન્નની પહોંચ, સામર્થ્ય અને ઉપલબ્ધતાના મામલામાં NFSA ૨૦૧૩ની જાેગવાઈઓને મજબૂત કરશે.

આ અગાઉ ડિસેમ્બર ૨૦૨૨માં જણાવ્યું હતું કે, મોદી સરકારે PMGKAY યોજનાને એક વર્ષ સુધી લંબાવી દીધી છે. એટલે કે, આગામી એક વર્ષ સુધી ગરીબોને મફત અનાજની સુવિધા મળતી રહેશે. આપને જણાવી દઈએ કે, ૨૦૨૦માં કોરોના લોકડાઉન બાદ સરકાર તરફથી આ યોજના લાગૂ કરવામાં આવી હતી.

જે અંતર્ગત ગરીબોને ૫ કિલો મફત રાશન આપવામા આવે છે. જાે કે, પહેલા તે ૧૦ કિલો હતું જેને હવે ઘટાડી દેવામાં આવ્યું છે. મફત અનાજમાં કાપને લઈને વિપક્ષના નેતા મોદી સરકાર પર પ્રહારો કરતા રહ્યા છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers