શું સાદિયા ખાન ખરેખર આર્યન ખાનને ડેટ કરી રહી છે
મુંબઈ, બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનના દીકરાએ આર્યન ખાને બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં હજી સુધી ડેબ્યૂ કર્યું નથી પરંતુ તે પોપ્યુલર સ્ટારકિડ્સમાંથી એક છે અને સોશિયલ મીડિયા પર ખાસ્સી ફેન ફોલોઈંગ ધરાવે છે. છેલ્લા કેટલાક દિવસથી તે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે.
હાલમાં તે દુબઈમાં કેટલાક મિત્રો સાથે ન્યૂ યર પાર્ટી કરતો જાેવા મળ્યો હતો, જે તેણે પોતે હોસ્ટ કરી હતી. તેમાં પાકિસ્તાની એક્ટ્રેસ સાદિયા ખાન પણ હાજર રહી હતી. બંનેની તસવીર વાયરલ થઈ જતાં તેઓ ડેટ કરી રહ્યા હોવાની અફવાઓ ઉડવા લાગી હતી.
આ અંગે સાદિયાનું રિએક્શન સામે આવ્યું છે. જેમાં તેણે લોકો કંઈ પણ જાણ્યા વગર કેવી રીતે આખી કહાણી ઘડી કાઢે છે તેના પર પર આશ્ચર્ય વ્યક્ત કર્યું.
વાતચીત કરતાં સાદિયા ખાને શાહરુખ ખાનના દીકરાને ડેટ કરી રહી હોવાની ખબરોને નકારતાં કહ્યું હતું કે ‘લોકોએ આર્યન અને મારા વિશે કેવી રીતે અફવા ઉડાવી તે જાણીને મને નવાઈ લાગે છે. અમે ડેટ કરી રહ્યા હોવાના ન્યૂઝ ગણતરીના સમયમાં ચારેતરફ છવાઈ ગયા.
તસવીરનો અર્થ એ નથી કે અમે ડેટ કરી રહ્યા છીએ. આર્યન સાથે તસવીર ક્લિક કરાવનારી હું એકલી નહોતી. અન્ય લોકો પણ હતા જેમણે તસવીરો લીધી હતી અને અપલોડ પણ કરી હતી. પરંતુ મારી એકની જ વાયરલ થઈ. આર્યન ખાનને ડેટ કરવાની ખબરોને પાયાવિહોણી ગણાવતા સાદિયા ખાને કહ્યું હતું હું કહીશ કે આર્યન મીઠડો અને શિસ્તતાનું પાલન કરનારો છોકરો છે.
તેથી, અમારા વિશે આવી પાયાવિહોણી અફવા ફેલાવવાનું બંધ કરો. પ્રેમ અને આદર. જણાવી દઈએ કે, દુબઈમાં થયેલી આ જ પાર્ટીમાં નોરા ફતેહી પણ હાજર રહી છે. બંનેએ એક જ ફેન સાથે અલગ-અલગ સેલ્ફી લીધી હતી અને તે વાયરલ થતાં લોકોએ બંનેનું નામ પણ લિંક કર્યું હતું.
આર્યન ખાન પણ એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાનો છે, જાે કે એક્ટર નહીં પરંતુ રાઈટર તરીકે. રાઈટર તરીકે તેઓ તેનો પહેલો પ્રોજેક્ટ ખતમ કરી દીધો છે, જે વેબ સીરિઝ છે. તે આ શોનો ડિરેક્ટર અને શોરનર પણ છે. આ જ વર્ષે તેનું શૂટિંગ શરૂ થાય તેવી શક્યતા છે.
આ સિવાય તેવા પણ ન્યૂઝ હતા કે ૨૫ વર્ષનો આર્યન એક પ્રીમિયમ વોડકા બ્રાન્ડ ભારતમાં લોન્ચ કરવા જઈ રહ્યો છે. તેની સાથે આ બિઝનસમાં અન્ય બે પાર્ટનર્સ પણ જાેડાશે. આ ટીમે દુનિયાની સૌથી મોટી કંપની સાથે હાથ મિલાવ્યો છે.SS1MS