એર ઇન્ડિયાએ અમદાવાદથી લંડન ડાયરેક્ટ સાપ્તાહિક ફ્લાઈટ શરૂ કરી
નવી દિલ્હી, ભારતની અગ્રણી એરલાઇન અને સ્ટાર એલાયન્સની મેમ્બર એર ઇન્ડિયાએ આજે લંડન ગેટવિક એરપોર્ટની 12 સાપ્તાહિક ફ્લાઇટ્સ અને લંડન હીથ્રો એરપોર્ટની પાંચ વધારાની સેવાઓ શરૂ કરી હતી.
એર ઇન્ડિયા અમૃતસર, અમદાવાદ, ગોવા અને કોચી જેવા શહેરોથી સપ્તાહમાં ત્રણ વાર સેવાઓ શરૂ કરશે અને યુકેનાં બીજા ક્રમના મોટા એરપોર્ટની સીધી સેવાઓ શરૂ કરનાર એક માત્ર શીડ્યુલ્ડ એરલાઇન છે.
એર ઇન્ડિયા દિલ્હીથી હીથ્રોની પાંચ વધારાની વીકલી ફ્રીકવન્સી ઉમેરીને સપ્તાહમાં 14થી 17 કરશે અને મુંબઇની ફ્રીકવન્સી 12થી વધારીને 14 કરશે. હીથ્રો એરપોર્ટની જેમ ગેટવિક પણ પ્રવાસીઓને યુકેના મોટરવે નેટવર્કનો ડાયરેક્ટ એક્સેસ પૂરો પાડશે, જેને કારણે કાર કે કોચ દ્વારા લંડન અને સાઉથ ઇસ્ટ ઇંગલેન્ડ સુધી કાર દ્વારા મુસાફરી કરવાની સુવિધા રહેશે. વધુમાં, પ્રવાસી સાઉથ ટર્મિનલથી સેન્ટ્રલ લંડન અડધા કલાકથી ઓછા સમયમાં પહોંચી શકશે.
આ સુવિધા આંતરરાષ્ટ્રરીય ઉડ્ડયન નકશા પર પોતાની પાંખો વિસ્તારીને આંતરરાષ્ટ્રીય રૂટ પર પોતાનો બજાર હિસ્સો વધારવાનાં એરલાઇનનાં વર્તમાન પ્રયાસોનો હિસ્સો છે. કામગીરીમાં તીવ્ર વધારો