સિંહના હુમલાથી બચવા ગૌશાળા ફરતે ‘ફેન્સીંગ’ બંધાશે
પાલિકાની બોર્ડ બેઠકમાં ‘વિકાસ કામો’ને લગતી ૪પ દરખાસ્તને લીલી ઝંડી
પોરબંદર, પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાની આજે જનરલ બોર્ડની બેઠક પ્રમુખ સર્જુેભાઈ કારીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં નાના મોટા ૪પ ઠરાવો પસાર થયા હતા. અને તેના દ્વારા શહેરના વિકાસ માટે આયોજન હાથ ધરાશે.
જેમાં અનેક સુવિધાઓ વધારવાની સાથવોસાથ ઓડદર ગામે આવેલા પાલિકા સંચાલિત ગૌશાળામાં સિંહના આતંકે આડોઆંક વાળ્યો છે ત્યારે ફેન્સીંગ બાંધવા સહિતની સુવિધષઓ વધારવા પણ લીલીઝંડી અપાઈ છે.
આજની બેઠકમાં જ્યુબેીલી પુલથી કડીયા પ્લોટ મીલપરા આવરી લઈ નરસંગ ટેકરી પુલ સુધી ડ્રીમલેેન્ડ બને તો રાહદારીઓને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી પણે છુટકારો મળી રહે એ માટેની દિલીપભાઈ ઓડેદરાએ કરેલી માંગણી બાબતે ઠરાવ થયો હતો.
નવા બનેલા રોડ ઉપર સ્ટ્રીટલાઈટો ફ્રી થશે. વોર્ડ નં.૧૦ માં ગોઢાણિયા કોલેજ પાસેથી પક્ષી અભ્યારણ્યના મેઈન ગેટથી પટેલ સમાજ સુધીના નવો સીસી રોડ બનાવવામાં આવ્યો છે. ત્યાં સ્ટ્રીટલાઈટ ફીટ કરવા નવા મોબાઈલ ટોઈલેટ યુનિટ વસાવવા, નગરપાલિકાના મહેકમની વિસંગતતા દૂર કરવા નિર્ણય કરાયો હતો.
નગરપાલિકા હસ્તકની દુકાનોના ભાડા અને ડીપોઝીટનો પ્રશ્ન ધરમપુરમાં નવા સિવિક સેન્ટર બનાવવા ચોપાટી પાસેે ચોપાટી પ્લે એરિયા ગાર્ડન તથા બ્રહ્માકુમારી આશ્રમ પાસે આવેલા ગાર્ડનમાં સ્ટ્રીટલાઈટ નાંખવાના કામને લીલીઝંડી આપવામાં આવી હતી.
આ ઉપરાંત નેશનલ હાઈવેે ઓથોરીટી ઓફ ઈન્ડીયા રાજકોટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા પાંચ રસ્તાઓની સોંપણી સોઢાણાવાળા બાલમંદિરનું બિલ્ડીંગ નવુ બનાવવા નગીનદાસ મોદી પાર્ટી પ્લોટના રોડ પરના જૂની આશાપુરા આઈસ ફેકટરી સામેના ભાગમાં આવેલા જર્જરીત શૌચાલયનેેે નવુ બનાવી ત્યાં મહિલાઓ માટે સ્નાન ઘર બનાવવાની દરખાસ્તને મંજુર કરાઈ હતી.