છોટી અનુની અસલી મા બની એન્ટ્રી મારશે છવિ પાંડે
મુંબઈ, રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર અનુપમા શરૂ થઈ ત્યારથી દર્શકોને ભરપૂર મનોરંજન પીરસી રહી છે. તેમાં દેખાડવામાં આવતા ટિ્વસ્ટ અને ટર્ન્સ લોકોને પસંદ આવી રહ્યા છે.
View this post on Instagram
ન્યૂ યર પર શાહ પરિવાર સાથે ઝઘડો થયા બાદ અનુજે અનુપમાને તેની પ્રાથમિકતા માત્ર તે અને તેમની દીકરી અનુ જ હોવી જાેઈએ તેવો સંકલ્પ લેવા કહ્યું હતું. ત્યારબાદ ઘણા રિસામણા-મનામણા થયા હતા અને અનુજે આખરે અનુપમાને માફ કરી દીધી હતી. તો અનુપમાએ પણ હવેથી શાહ પરિવારના કોઈ મુદ્દામાં ન પડવા અને માત્ર પોતાના જ પરિવાર પર ધ્યાન આપવાનો સંકલ્પ લીધો હતો.
અનુપમા અને અનુજને હાલ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતાં દેખાડવામાં આવી રહ્યા છે. જાે કે, ખૂબ જલ્દી તેમના માટે એક નવી મુસીબત આવવાની છે અને તેમની દીકરી તેમનાથી કાયમ માટે દૂર થઈ જશે.
વાત એમ છે કે, છોટી અનુ સીરિયલના છેલ્લા કેટલાક એપિસોડમાંથી ગાયબ હતી અને તેને ક્યાંક મોકલવામાં આવી હોવાનું દેખાડવામાં આવ્યું હતું. જ્યારે અનુપમા અને અનુજ તેને લેવા માટે ગયા ત્યારે તે વારંવાર ‘માયા’ આંટીનો ઉલ્લેખ કરી હતી અને તેણે તેનું ધ્યાન રાખ્યું હોવાનું જણાવ્યું હતું.
જ્યારે બંને દીકરીને લઈને ઘરે ગયા ત્યારે પણ અનુએ માયા આંટીને ફોન કર્યો હતો અને તેઓ ક્યારે મળશે તેમ પૂછ્યું હતું. અનુપમાને શંકા જતાં તેણે માયા સાથે વાત કરી હતી. ત્યારબાદ માયાએ અનુને કહ્યું હતું ‘અનુ તારા મમ્મી-પપ્પા અને તારી સાથે ખૂબ જલ્દી મુલાકાત થશે’.
માયાનું પાત્ર જ અનુપમા અને અનુજના જીવનમાં વાવાઝોડું બનીને આવશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે માયાના પાત્ર માટે છવિ પાંડેને કાસ્ટ કરવામાં આવી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, માયા અનુપમા અને અનુજ પાસેથી છોટી અનુ છીનવી લેશે. તે જ છોટી અનુની અસલી મમ્મી હશે. માયાના જીવનના તાર ક્યાંકને ક્યાં અનુજ સાથે જાેડાયેલા હશે.
છોટી અનુ, અનુજની દત્તક લીધેલી નહીં પરંતુ અસલી દીકરી નીકળશે. જાે કે, આ વાતની હજી સુધી પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ જાે આમ થયું તો અનુપમા કેવી રીતે રિએક્ટ કરે છે તે જાેવું રહેશે. જણાવી દઈએ કે, સીરિયલમાં હજી ગત અઠવાડિયે જ નિતેષ પાંડેની એન્ટ્રી થઈ છે, જે અનુજના મિત્રના પાત્રમાં છે.SS1MS