Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સાજિદ ખાને કરેલી ગંદી મજાકથી દુભાઈ હતી અબ્દુ રોઝિકની લાગણી

મંુબઈ, બિગ બોસ ૧૬માં હવે એક પછી એક એલિમિનેશન થઈ રહ્યા છે. ઓછા વોટને કારણે શ્રીજિતા ડે બહાર થઈ ગઈ તો પોતાના વર્ક કમિટમેન્ટને કારણે અબ્દુ રોઝિક અને સાજિદ ખાન પણ બહાર થઈ ગયા. અબ્દુ રોઝિક ઘરમાંથી બહાર આવ્યો તો બિગ બોસના ફેન્સ ઘણાં નિરાશ થઈ ગયા હતા.

ઘરમાં પણ અબ્દુના ખાસ મિત્રો શિવ, નિમૃત, સુમ્બુલ, સ્ટેન ખૂબ રડ્યા હતા. અબ્દુ હવે ભારતમાં સેલિબ્રિટી બની ગયો છે. બહાર નીકળ્યા પછી તે સતત ફેન્સને મળી રહ્યો છે અને લોકો તેના પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. અબ્દુ રોઝિક હવે જ્યારે બહાર નીકળ્યો છે ત્યારે તે ઈન્ટર્વ્યુ પણ આપી રહ્યો છે અને પોતાના અનુભવો શેર કરી રહ્યો છે.

નિમૃત સાથેના પોતાના બોન્ડથી લઈને ટીના-શાલિનના લવ એન્ગલથી લઈને સાજિદ ખાને કરેલી મજાક સુધી, તમામ વાતો પર તે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે અબ્દુ સાજિદ ખાનને પોતાના મોટા ભાઈની જેમ માનતો હતો. સાજિદ ખાને શરુઆતથી જ અબ્દુને હિન્દીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં મદદ કરી હતી. પરંતુ સાજિદ ખાનની એક હરકતને કારણે બહાર પણ વિવાદ થયો હતો અને જ્યારે અબ્દુને ખબર પડી કે તેની સાથે કેવી મજાક કરવામાં આવી છે તો તે પણ નારાજ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, નિમૃતના જન્મદિવસે સાજિદ ખાને અબ્દુની પીઠ પર આઈ લવ ટટ્ટી લખી કાઢ્યુ હતું. તે સમયે પણ દર્શકોએ આ વાતની ખૂબ ટીકા કરી હતી. લોકોનું કહેવુ હતું કે, અબ્દુની માસૂમિયતનો આ લોકોએ ફાયદો ના ઉઠાવવો જાેઈએ.

સમગ્ર મામલે અબ્દુ રોઝિક જણાવે છે કે, ઘણીવાર રિયલ લાઈફમાં આ વસ્તુઓ સારી નથી લાગતી. આ શો આખી દુનિયાના લોકો જુએ છે, મારા માતા-પિતા જાેઈ રહ્યા છે. બ્રો સાજિદે મને કહ્યુ હતું કે હું આઈ લવ નિમૃત લખીશ. મેં તેમને કહ્યું કે હેપ્પી બર્થડે લખજાે. તેમણે મને કહ્યું નહોતું કે તેઓ શું લખી રહ્યા છે.

હું મારી પીઠ પર કેવી રીતે જાેઈ શકુ? આ બધું થયા પછી હું દુખી થઈ ગયો હતો. જાે તમારા ખાસ મિત્ર તમારી પીઠ પર આવુ કંઈ લખે અને આખી દુનિયા જુએ તો સારું નથી લાગતું. ઉલ્લેખનીય છે કે અબ્દુ રોઝિકનું નવું ગીત પ્યાર રીલિઝ થઈ રહ્યું છે, જેના પ્રમોશનમાં તે ઘણો વ્યસ્ત જણાઈ રહ્યો છે.

મુંબઈના અલગ અલગ સ્થળો પર તે ગીતને પ્રમોટ કરી રહ્યો છે. બિગ બોસના ઘરની વાત કરીએ તો હવે ઘરમાં કુલ ૯ સભ્યો બાકી રહ્યા છે, શિવ ઠાકરે, નિમૃત કૌર, સુમ્બુલ તૌકીર ખાન, એમસી સ્ટેન, પ્રિયંકા ચહર ચૌધરી, અર્ચના ગૌતમ, ટીના દત્તા, શાલિન ભનોટ, સૌંદર્યા શર્મા.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers