Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વર્ષની થઈ પ્રિયંકા અને નિકની દીકરી માલતી મેરી

મંુબઈ, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસની દીકરી માલતી મેરી એક વર્ષની થઈ ગઈ છે. ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સરોગસી દ્વારા તેનો જન્મ થયો હતો.

કપલે તેમની એકની એક દીકરીનો બર્થ ડે ખૂબ જ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો હતો, જેના વિશેની માહિતી નિકે એક ઈન્ટરવ્યૂમાં આપી હતી. અમેરિકન સિંગરે કહ્યું હતું કે, તેની દીકરી જીવનના શરૂઆતના દિવસોમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ હતી અને તેથી તેમણે અલગ રીતે બર્થ ડે ઉજવ્યો હતો.

આ સાથે તેણે માલતી મેરીને સુંદર, અદ્દભુત અને સૌથી શ્રેષ્ઠ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, તે પ્રી-મેચ્યોર હતી અને તેથી તેને આશરે ૧૦૦ દિવસ સુધી દ્ગૈંઝ્રેંમાં રાખવી પડી હતી. કેલી ક્લેર્કસનના લેટેસ્ટ એપિસોડમાં હાજર રહેલા નિક જાેનસે દીકરી માલતી મેરીના પહેલા બર્થ ડે વિશે વાત કરી હતી.

તેણે કહ્યું હતું કે ‘તે એક વર્ષની થઈ ગઈ છે. અમે એક વર્ષનું સેલિબ્રેશન કર્યું. તે જીવનના શરૂઆતના દિવસોમાં ઘણા મુશ્કેલીમાંથી પસાર થઈ હતી અને તેથી સ્ટાઈલમાં સેલિબ્રેટ કર્યું હતું. તે એકની થઈ ગઈ છે. તે સુંદર છે, તે અદ્દભુત છે અને તે બેસ્ટ છે.

પ્રિયંકા ચોપરા અને નિક જાેનસે તેમના લોસ એન્જલસ સ્થિત ઘરે માલતી મેરીનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. જેની એક પણ તસવીર કપલે તેમના સોશિયલ મીડિયા પર શેર કરી નથી. તેમણે હજી સુધી તેનો ચહેરો પણ દેખાડ્યો હતો. પહેલા બર્થ ડે પર માલતી મેરીની ઝલક જાેવા મળશે તેવી આશા રાખનારા ફેન્સ નિરાશ થયા છે.

આશરે છ મહિનાના ડેટિંગ બાદ પ્રિયંકા અને નિકે ડિસેમ્બર, ૨૦૧૮માં રાજસ્થાન સ્થિત ઉમૈદ ભવનમાં લગ્ન કર્યા હતા. જાન્યુઆરી ૨૦૨૨માં તેમણે સરોગસીથી દીકરીનો જન્મ થયો હોવાના ગુડન્યૂઝ આપ્યા હતા. આશરે ૧૦૦ દિવસ દ્ગૈંઝ્રેંમાં રાખ્યા બાદ કપલ તેને ઘરે લઈને આવ્યા હતા અને ખાસ પૂજાનું આયોજન કર્યું હતું.

ત્યારથી તેઓ દીકરીના દરેક પહેલા તહેવારને ખાસ રીતે ઉજવતાં દેખાયા હતા. એમએમ છ મહિનાની થઈ ત્યારે પણ પ્રિયંકા અને નિકે સેલિબ્રેશન કર્યું હતું, જેમાં બહેન પરિણિતી ચોપરા અને મમ્મી મધુ ચોપરા સામેલ થયા હતા.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers