જાેશીમઠના લોકોએ ધામી સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા
દહેરાદૂન, જાેશીમઠમાં ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોમાં વળતરને લઈને ધામી સરકાર પ્રત્યે નારજગી જાેવા મળી રહી છે. જે લોકો પોતના ઘરોને છોડીને અસ્થાયી રાહત શિબિરમાં રહી રહ્યા છે તેઓ હોટલોના માલિકને આપવામાં આવી રહેલા વળતર જેટલું જ વળતર માગી રહ્યા છે. આવામાં હોટલ માઉન્ટ વ્યૂ પાછળ રહેનારા આઠ પરિવારોના લોકો રવિવારે પોતાના ઘરોમાં પરત ફર્યા હતા અને ઘરના ધાબા પર આગ સળગાવીને ખુલ્લામાં જ કડકડતી ઠંડીમાં રાત પસાર કરી હતી. આ પરિવારોનું કહેવું છે કે, હોટલ માલિકોને વધારે વળતર ચૂકવવામાં આવી રહ્યું છે, તો તેઓને કેમ નહીં?
આમાંથી એક પ્રભાવિત પરિવારના દિગંબર સિંહ બિષ્ટનું કહેવું છે કે, તેઓને જાણકારી મળી છે કે સરકાર હોટલના માલિકોને ૩૨૫૦ સ્ક્વેયર ફૂટના હિસાબથી વળતર આપી રહી છે, જ્યારે અમને ૨૭૫૦ રુપિયા સ્કવેર ફૂટના હિસાબે વળતર આપવામાં આવશે. તેઓએ કહ્યું કે, સરકાર આ રીતે તેમની સાથે ભેદભાવ કરી રહી છે. તંત્ર દ્વારા લેખિતમાં પણ કંઈ આપવામાં આવ્યુ નથી અને તેમના મકાનોએ હજુ પણ લાલ નિશાન લગાવેલું છે. અમારી માગ છે આ મુદ્દે અમે સ્થાયી સમાધાન ઈચ્છીએ છીએ.
સીબીઆરઆઈના ચીફ ડૉક્ટર ડીપી કાનૂનગોના જણાવ્યા મુજબ, હોટલને ડિસ્મેન્ટ કરવામાં હજુ પણ ૧૫ દિવસ જેટલો સમય લાગી શકે છે. ડિસ્મેન્ટલનું કામ કરી રહેલી ટીમની સાથે નીચળા ભાગના મકાનોને પણ સુરક્ષિત રાખવા એ એક મોટો પડકાર છે. પાંચ લોકોની ટીમ સાથે લોનિવિ અને એસડીઆરએફની ૮૦-૮૦ લોકોની ટીમ કામ કરી રહી છે. તેઓએ કહ્યું કે, આ સિવાય સીબીઆરઆઈની ટીમ મકાનોમાં ક્રૈકોમીટર લગાવવાનું પણ કામ કરી રહી છે. જેનાથી મકાનોમાં કેટલી તિરાડો પડી છે અને કયા મકાનને કેટલું નુકસાન થયું છે એની આકારણી પણ કરવામાં આવી રહી છે.
ઉત્તરાખંડના ઋષિકેશ જાેશીમઠ રોડ પર મોટા પાયે લેન્ડસ્લાઈડનું પ્રમાણ સામે આવ્યું છે. જાેશીમઠમાં લેન્ડસ્લાઈડના રિપોર્ટે સરકારની ચિંતા વધારી દીધી છે. લગભગ ૮૦૦ મકાનોમાં નાની મોટી તિરાડો પડી ગઈ છે. લગભગ ૨૦૦ પરિવારને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. હવે ઋષિકેશથી જાેશીમઠ હાઈવે વચ્ચે ૨૪૭ કિમી લાંબા રસ્તા પર ૩૦૦ પૂર્ણ કે આંશિક લેન્ડસ્લાઈડનો મામલો સામે આવ્યો છે. જેના કારણે આવનજાવનમાં મુશ્કેલી ઉભી થઈ છે. ભારતીય અને વિદેશી સાયન્ટિસ્ટ્સની ટીમે લેન્ડસ્લાઈડની સ્થિતિનો અભ્યાસ કર્યો હતો. ટીમે પ્રતિ કિલોમીટરે ૧.૩ લેન્ડસ્લાઈડના કેસ જાેવા મળ્યા છે. આ સ્ટડી રિપોર્ટને તાજેતરમાં જ યૂરોપીય ભૂવિજ્ઞાન સંઘમાં ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યો હતો.