સાડા ત્રણ લાખ પશુપાલકોને સાબર ડેરીની મોટી ભેટ
સાબરકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને સાબર ડેરીએ મોટી જાહેરાત કરી છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ૨૦ રૂપિયાનો વધારો કર્યો છે. સાબર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ૨૦ રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે આ જાહેરાતથી સાબરકાંઠા અને અરવલ્લીના ૩.૫૦ લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે. આ નવો ભાવવધારો ૨૧ મી જાન્યુઆરીથી લાગુ થશે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ચાર લાખ જેટલા પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબરડેરીએ છેલ્લા કેટલાક સમયથી દૂધના ભાવોમાં વધારો કર્યો છે. ત્યારે સાબર ડેરીના નિયામક મંડળ દ્વારા પશુપાલકોના હિતને ધ્યાને રાખીને પશુપાલકો માટે દૂધના ભાવોમાં વધારો કર્યો છે. મોંઘવારી વચ્ચે સાબરડેરીએ ભાવ વધારો કરતા જ પશુપાલકોને આંશિક રાહત થઈ છે. ૨૦૨૩ ની શરૂઆતમાં જ સાબર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ૨૦ રૂપિયાનો વધારો કર્યો છે. ડેરીએ પશુપાલકોને ખુશ કરી દીધા છે. ત્યારે સાબર ડેરીએ પશુપાલકોના હિતમાં ભાવ વધારો કરતા પશુપાલકોમાં આનંદ છવાયો છે.