કર્ણાવતી એક્સપ્રેસના બે કોચમાં એક-એક શૌચાલયને પુરુષ યુરિનલમાં રૂપાંતરિત કરવામાં આવ્યું.

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી તરુણ જૈનના માર્ગદર્શન હેઠળ એક નવી પહેલ કરવામાં આવી છે.
ટ્રેન નંબર 12933/12934 કર્ણાવતી એક્સપ્રેસમાં, પ્રાયોગિક ધોરણે 2 કોચ (202187 અને 202183)માં લૈવેટરી (શૌચાલય) ને પુરૂષ મૂત્રાલયમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. જેથી મુસાફરોને ટ્રેનની મુસાફરી દરમિયાન પેશાબ માટે શૌચાલયની બહાર રાહ જોવી ન પડે અને શૌચાલયમાં વધુ સારી સ્વચ્છતા રહેશે.
પ્રવાસ દરમિયાન મુસાફરોને વધુ સારી સુવિધા મળી રહે તે હેતુથી આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુસાફરી દરમિયાન આ ટ્રેનમાં મુસાફરો પાસેથી પ્રતિસાદ પણ લેવામાં આવશે અને જો પ્રયોગ સફળ થશે તો અન્ય ટ્રેનોમાં પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.