Western Times News

Gujarati News

SVP ગ્લોબલ ટેક્સટાઈલ્સે Q3FY23 ગાળામાં ઓપરેશન્સથી રૂ. 301.81 કરોડની આવક નોંધાવી

મુંબઈ, ભારતની સૌથી મોટી કોમ્પેક્ટ કોટન યાર્ન ઉત્પાદકોમાં સ્થાન ધરાવતી અને અગ્રણી મલ્ટીનેશનલ ટેક્સટાઈલ્સ કંપની એસવીપી ગ્લોબલ ટેક્સટાઈલ્સ લિમિટેડે ડિસેમ્બર, 2022ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે રૂ. 301.81 કરોડની ઓપરેશન્સથી કુલ આવકો નોંધાવી છે.SVP Global Textiles Ltd Reports Income from Operations of Rs. 301.81 crore in Q3FY23

જે સપ્ટેમ્બર, 2022ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે નોંધાવેલી રૂ. 294.10 કરોડની આવકો કરતાં ત્રિમાસિક ધોરણે 2.62 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 75.83 કરોડ રહી હતી જે નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળાની રૂ. 38.75 કરોડની એબિટા કરતાં ત્રિમાસિક ધોરણે 95.7 ટકાનો વધારો દર્શાવે છે. કંપનીએ ઓપરેશનલ માર્જિનમાં સુધારો નોંધાવ્યો છે

અને નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 20.35 કરોડની ખોટ ઘટાડીને નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 5.54 કરોડ કરી છે. આગળ જતાં કંપની દેવામાં નોંધપાત્ર ઘટાડો, ડી-લિવરેજ બેલેન્સ શીટ કરવાનો તથા એસેટ લાઈટ બિઝનેસ મોડલ અપનાવવાનું લક્ષ્ય રાખે છે.

ડિસેમ્બર, 2022ના રોજ પૂરા થતા નવ મહિનાના અંતે કંપનીએ રૂ. 876.39 કરોડની ઓપરેશન્સથી આવક તથા રૂ. 136.8 કરોડની એબિટા નોંધાવી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પેન્ડિંગ રહેલા પ્રોજેક્ટ્સ પૂરા કરવા માટે પીએલઆઈ સ્કીમ હેઠળ એસવીપી ગ્લોબલ ટેક્સટાઈલ્સ લિમિટેડની પસંદગીની વહેલી જાણ કરવા અંગે સમીક્ષા અને ચર્ચા કરી હતી જેથી પીએલઆઈ સ્કીમ હેઠળના લાભો લઈ શકાય.

એસવીપી ગ્લોબલ ટેક્સટાઈલ્સ લિમિટેડના સીઈઓ મેજર જનરલ ઓપી ગુલિયા, એસએમ, વીએસએમ (નિવૃત્ત) એ જણાવ્યું હતું કે, “અમે નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીના પ્રદર્શનથી ખૂબ જ ખુશ છીએ અને આગામી ત્રિમાસિક ગાળામાં વધુ સારા વૃદ્ધિના આંકડા દર્શાવવાની અપેક્ષા રાખીએ છીએ.

કાચા માલની ઊંચી કિંમતો હોવા છતાં, કંપની ઓપરેશનલ અને નાણાંકીય કાર્યક્ષમતામાં સુધારો કરીને ત્રિમાસિક ગાળા દરમિયાન નુકસાન ઘટાડવામાં સક્ષમ રહી હતી જેના પરિણામે ડિસેમ્બર ક્વાર્ટરમાં એબિટા માર્જિનમાં 25.12%નો નોંધપાત્ર સુધારો થયો હતો.

કંપની પોતાની પાસે ઉપલબ્ધ વિવિધ રિસ્ટ્રક્ચરિંગ વિકલ્પોનું પૃથ્થકરણ કરવાની પ્રક્રિયામાં છે અને એસેટ-લાઇટ બિઝનેસ અપનાવતી વખતે નોન-કોર એસેટ્સના નિકાલ તથા ડી-લીવરેજ બેલેન્સ શીટ દ્વારા નોંધપાત્ર દેવું ઘટાડવાનું લક્ષ્ય રાખે છે.”

કંપની તેની પોતાની એક બ્રાન્ડ બનાવવા માટે ફેબ્રિક, ટેકનિકલ ટેક્સટાઈલ અને ગાર્મેન્ટ્સમાં ફોરવર્ડ ઈન્ટીગ્રેશન સાથે ફાઈબર-ટુ-ફેશનથી સંપૂર્ણ સંકલિત ટેક્સટાઈલ કંપની બનવાનું વિઝન ધરાવે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.