Western Times News

Gujarati News

સતત થાક, અશક્તીનો અનુભવ થાય છે??

શરીર માં અશક્તિ ના કારણે કામ કરવામાં બેચેની લાગે છે. સ્ફૂર્તિ નો અભાવ જાેવા મળે છે શું તમને અશક્તિ અને નબળાઇ છે ? આજના જમાના માં લોકો બહાર નું ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે.જે ભેળસેર વાળું અને વાસી હોય છે. તેમાં વધારે મસાલા નો ટેસ્ટ હોવાને કારણે તમારા શરીર ની તંદુરસ્તી બગાડે છે.વધતી ઉંમર , બેઠાડું જીવન અને એલોપથી દવાને કારણે અશક્તિ અને નબળાઇ આવે છે.

અશક્તિ અને નબળાઈ ના લક્ષણો,. સતત થાક નો અનુભવ થાય છે. શરીર માં નબળાઈ આવવાથી મન અશાંત રહે છે શારીરિક અને માનસિક થાક એ બંને જૂદી વસ્તુ છે, અટક્યા વગર ખૂબ શ્રમ કર્યો હોય ત્યારે શારીરિક થાક લાગે. એજ રીતે અટક્યાં વગર કોઈ કામ જેવું કે ઓફિસનું કામ જેમાં મગજનો ઉપયોગ સતત કર્યો હોય ત્યારે માનસિક થાક લાગે. બંને વખતે કશું જ કરવાનું ગમે નહીં. અશક્તિ ના કારણે લોહી ની કમી જાેવા મળે છે. શરીર માં ધ્રુજારી, ચક્કર તથા બેચેની રહે છે. તાવ આવવો, ખોરાક પર અરુચિ રહે છે. ફક્ત આરામ કરવાની,ઊંઘી જવાની ઈચ્છા થાય. આ બંને પ્રકારના થાકની સારવાર કરવાથી આરામ થાય. કોઈ પણ પ્રકારનો થાક જે છ મહિનાથી વધારે ચાલે તેને ‘ક્રોનીક ફટિગ સિન્ડ્રોમ’ એવું નામ આપ્યું છે.

થાક લાગવાના શારીરિક અને માનસિક કારણો ઃ ઓબેસીટી-જાડાપણું સ્લીપ એપનીઆ ૩. માનસિક તનાવ સ્ટ્રેસ માટે દવાઓ લેતા હોય. ઊંઘ ના આવતી હોય. વધારે પડતો શ્રમ કે કસરત કરી હોય કશું કામ ના હોય તેને લીધે આવતો કંટાળો અને થાક . ટી.વી. જાેવામાં કે બહાર ફરવામાં જાણી જાેઈને ઉજાગરો કર્યો હોય . વધારે પડતી ચા કે કોફી પીધી હોય જેને કારણે કેફિન શરીરમાં વધારે જાય. સિગારેટ અને દારૂ પીવાની ટેવ. ડાયાબિટીસ. એડિસન્સ ડીસીઝ. એનોરેક્સિઆ નર્વોઝા ભૂખ ના લાગવી. આર્થાઈટીસ સાંધાની તકલીફો. રૂમેટિક આથ્રૉઈટીસ. બધા જ પ્રકારના ઓટોઈમ્યુન ડીસીઝ, ટયૂબરક્યુલોસિસ (ટી.બી.), એઈડ્‌સ, ખોરાકનો અભાવ કિડનીના રોગો, લિવરના કારણો, હૃદય રોગ, થાઈરૉઈડ ગ્રંથિના રોગ, હાઈ બ્લડ પ્રેશર, ડિપ્રેશન ફેફસાના રોગો, ગર્ભાવસ્થા તેમજ બાળકનો જન્મ થયો હોય, દવાઓની આડઅસરને કારણે પણ થાક લાગે જેમ કે એ એન્ટીડીપ્રેશન્ટ, એન્ટીહાઈપરટેન્સિવ, સ્ટેટિન્સ, સ્ટરોઈડ્‌સ, એન્ટિ હિસ્ટામિનિક્સ, સિડેટિવ્સ, એન્ટિએન્ક્‌ષાઈટી, શરીરમાં અમુક પ્રકારના વિટામીન્સ અને મિનરલ્સની ખામી હોય ત્યારે પણ થાક લાગે, શરીરમાં કોઈ ચેપ લાગ્યો હોય ત્યારે ૩૦ કોઈ કારણસર શરીરમાં સતત દુખાવો રહેતો હોય, અંગત સગાનું મૃત્યુ થયું હોય, ધંધામાં નુકશાન ગયું હોય, ધંધો બરોબર ચાલતો ના હોય, ઘર બદલવાનું હોય અથવા બીજી જગ્યાએ રહેવા જવાનું હોય. વૈજ્ઞાાનિકોએ થાકને બીજી રીતે પણ ઓળખાવ્યો છે.

શારીરિક થાક, જેમાં વ્યક્તિ સહેલાઈથી દાદર ચઢી શકતો હોય તે ને એ જ કામ કરવામાં થાકી જાય. માનસિક થાક, જેમાં પોતાનું ઓફિસનું કામ કરતા વખતે પૂરતું ધ્યાન આપી ના શકે તે વખતે તેને બગાસા આવે અને ઊંઘી જવાનું મન થાય. થાકના લક્ષણો ઃસ્નાયુનો દુખાવો, કામ કરવાનો કંટાળો અને દુર્લક્ષ, દિવસે ઊંઘ આવે, ઊબકા આવે ઓડકાર આવે. કબજિયાત થાય ઝાડા થઈ જાય. માથું દુખે વારેવારે ગુસ્સે થઈ જાય. કોઈ વસ્તુ માટે વાત ના કરી શકે. આંખે ઓછું દેખાય. ઉપરના બધા જ લક્ષણો થોડો પણ શ્રમ કરે તો વધારે થાય અને અસર બીજે દિવસે દેખાય.થાકનું નિદાન કેવી રીતે થાય? થાકનું કારણ શારિરિક છે કે માનસિક છે તે માટે સલાહ લેવી જાેઈએ જે દર્દીને સવાલ પૂછી અને ચોક્કસ કારણ કહી શકે. ઘણો શારિરીક શ્રમ કે વધારે પડતી કસરતને કારણે થાક લાગે છે? થાક લાગે ત્યારે ખૂબ નબળાઈ લાગે છે? ઓફિસનું કે ઘરનું કામ કરતા હોય ત્યારે બગાસા આવે છે અને સૂઈ જવાનું મન થાય છે.

ફેમિલીનું કારણ હોય કે બીજા કોઈ કારણસર સતત માનસીક તનાવ રહે છે? વગેરે આ સિવાય લોહીની તપાસ કરાવી. લોહી ઓછું છે તેની એનીમિયાની, લિવર ફંક્શન ટેસ્ટ. ડાયાબિટીસ માટે તપાસ કિડની ફંક્શન ટેસ્ટ યુરીન ટેસ્ટ એફ. થાઈરૉઈડની તપાસ કરવીને થાકનું નિદાન થઈ શકે અને આરામ કરે તો તેમાં આરામ થાય છે કે લક્ષણો વધે છે તે નક્કી કરાય. ઊંઘ કેટલી અને કેવી આવે છે તે પણ જાણી શકાય. કઈ દવાઓ લે છે તેનાથી કેટલો ફાયદો થાય છે તે પણ જાણવા મળે.નિદાન કરવા કઈ તપાસ કરવામાં આવે લોહીની અને પેશાબની તપાસ, એક્ષ રે તપાસ. બ્લડપ્રેશરની તપાસ.

થાકની સારવાર કેવી રીતે થાય, થાક લાગવા માટે કોઈ એક પ્રકારની સારવાર નથી. થાક લાગવાનું જે કારણ હોય તે પ્રમાણે સારવાર કરવામાં આવે છે. આ માટે પૂરતી ઊંઘ આવે તે માટે દવા આપ્યા વગર સારવાર કરવી જાેઈએ. જાે ઊંઘ નહીં આવવાનું કારણ સ્લીપ એપ્નીયા હોય તો તેની સારવાર કરવી જાેઈએ. નિયમિત ઉંમરનો ખ્યાલ રાખી પ્રમાણસર કસરત કરવી જાેઈએ. શરીરમાં કેફિન બને એટલું જાય તેવો પ્રયત્ન કરવો જાેઈએ એટલે કે ચા અને કોફી ત્રણ કપથી વધારે પીવા ના જાેઈએ. દારૂ પીવાનું અને કોઈ પણ કેફી દ્રવ્યો લેવાનું તદ્દન બંધ કરવું જાેઈએ.

પાણી ખૂબ અઢીથી ત્રણ લિટર જેટલું પીવું જાેઈએ. ખોરાક યોગ્ય પ્રમાણમાં લઈને બોડીમાસ ઈંડેક્સ, બીએમઆઈ ૨૫ કે તેની અંદર રાખવો જાેઈએ. ફરજિયાત ના હોય તેવા કારણો વગર શારીરિક અને માનસિક કામ ઓછા રાખવા જાેઈએ. રિલેક્ષ થવા માટે યોગા અને મેડિટેશન કરવા જાેઈએ. અશક્તિ અને નબળાઈ દૂર કરવાના ઉપચારો, વડ ના દૂધ ને પતાસા સાથે લેવાથી હદય ,મગજ તથા શરીરની નબળાઈ દૂર થાય છે.ખજૂર ,એલચી અને દ્રાક્ષ મધ માં ચાટવાથી અશક્તિ દૂર થાય છે.૧-૧ ચમચી જેઠીમધનું ચૂર્ણ સવાર -સાંજ ચાટી તેના ઉપર એક કપ દૂધ પીવાથી શક્તિ તેમજ મન અને મગજ ની શાંતિ થાય છે. ૧૦૦ ગ્રામ ખજૂર,૫૦ ગ્રામ દ્રાક્ષ તથા કિસમિસ દરરોજ ખાવાથી સુકલકડી શરીરદર્દી નું લોહી નવું બને છે તથા જેનું વીર્ય ક્ષીણ થયું હોય તેને નાસ્તામાં પિંડખજૂર ફાયદાકારક છે.૨૦-૨૫ નંગ ખજૂર ખાઈ એક પ્યાલો દૂધ પીવાથી તરત જ સ્ફૂર્તિ આવે છે.૧૦ ગ્રામ ચરોરી ને ગોળ સાથે ખાવાથી શક્તિ મળે છે. ગાજર નો રસ તથા એક કપ દૂધ માં મધ નાખીને પીવાથી શક્તિ મળે છે.

જમ્યા પછી એક-બે કેળાં ખાવાથી શક્તિમાં વધારો થાય છે. દૂધ માં અંજીર ઉકારી તે ચાવીને ખાઈ લીધા બાદ દૂધ પીવાથી અશક્તિ દૂર થાય છે. આ ખજૂર ખાઈ ઉપરથી ઘી મેળવેલ દૂધ પીવાથી લોહી નીકળેલા ઘ માં રાહત થાય છે.દૂધ માં બદામ ,પિસ્તા કાજુ ,એલચી,કેસર અને ખાંડ નાખીને પીવાથી શક્તિ માં ખુબજ વધારો થાય છે.દૂધ માં અંજીર અને બદામ નાખી ને પીવાથી લોહી ની શુદ્ધિ તથા ગરમી માટી જાય છે. અશક્તી : ૧-૧ ચમચી જેઠીમધનું ચુર્ણ મધ સાથે સવાર-સાંજ ચાટી ઉપર એક કપ દુધ પીવાથી શરીરની શક્તી ઉપરાંત મન-મગજની શક્તીમાં પણ વધારો થાય છે. એકાદ અઠવાડીયામાં જ ફરક માલમ પડે છે.

કામ કરતાં થાકી જવાય, સ્ફુર્તીનો અભાવ હોય, શરીરમાં નબળાઈ વર્તાતી હોય તો વડનું દુધ પતાસામાં આપવું. એનાથી હૃદયની નબળાઈ, મગજની નબળાઈ અને શરીરની નબળાઈ પણ મટે છે. એલચી, ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી અશક્તી મટે છે. કોળાનાં બીની મીંજનો આટો ઘીમાં શેકી, સાકર નાખી લાડુ બનાવી થોડા દીવસો સુધી ખાવાથી અતી મહેનત કરવાથી આવેલી નીર્બળતા મટે છે.

કોળાનો અવલેહ દરરોજ સવારે ત્રણ માસ સુધી ૨૦થી ૩૦ ગ્રામ ખાવાથી શરીરનું વજન વધે છે, મોઢા પર તેજી આવે છે અને અશક્તી મટે છે. ઘીમાં ભુંજેલી ડુંગળી અને બબ્બે કોળીયા શીરો ખાવાથી માંદગીમાંથી ઉઠ્‌યા પછી આવેલી અશક્તી દુર થઈ જલદી શક્તી આવે છે. દરરોજ ૨૦-૨૫ ખજુર ખાઈ ઉપર એક પ્યાલો ગરમ દુધ પીવાથી થોડા દીવસમાં જ શરીરમાં સ્ફુર્તી આવે છે, બળ વધે છે, નવું લોહી પેદા થાય છે અને ક્ષીણ થયેલું વીર્ય વધવા માંડે છે. ખજુર ૧૦૦ ગ્રામ અને કીસમીસ દ્રાક્ષ ૫૦ ગ્રામ દરરોજ ખાવાથી સુકલકડી શરીરવાળા દર્દીમાં નવું લોહી પેદા થાય છે. નબળા શરીર તેમ જ મનવાળા, જેનું વીર્ય ક્ષીણ થયું હોય તેવા માણસો માટે દરરોજ સવારમાં પીંડખજુરનો નાસ્તો કરવો ફાયદાકારક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.