જેટ ફ્રેઈટ લોજિસ્ટિક્સનો રૂ. 37.70 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 20 જાન્યુઆરીએ ખુલશે
કંપનીએ રાઇટ્સ હક મેળવવા માટે હકદાર ઇક્વિટી શેરધારકોને નક્કી કરવાના હેતુથી 11 જાન્યુઆરીને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે
મુંબઈ, પેરિશેબલ કાર્ગો ક્ષેત્રે વિશેષતા ધરાવતી અગ્રણી અને વિશ્વસનીય ટેક્નોલોજી-સંચાલિત ફ્રેઈટ ફોરવર્ડિંગ કંપનીમાંની એક જેટ ફ્રેઈટ લોજિસ્ટિક્સ લિમિટેડ તેનો રૂ. 37.70 કરોડનો રાઈટ્સ ઈશ્યૂ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. કંપની વેરહાઉસની ખરીદી, કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા, નવા ભૌગોલિક વિસ્તારોમાં પ્રવેશ કરવા
અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિત કંપનીની વિસ્તરણ યોજનાઓ માટે ભંડોળનો ઉપયોગ કરવાનું આયોજન કરી રહી છે. કંપનીએ રાઇટ્સ હક મેળવવા માટે હકદાર ઇક્વિટી શેરધારકોને નક્કી કરવાના હેતુથી 11 જાન્યુઆરીને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. કંપનીના રાઇટ્સ ઇશ્યૂની કિંમત શેર દીઠ રૂ. 16.25 છે.
કંપનીનો રાઇટ્સ ઇશ્યૂ 20 જાન્યુઆરીએ ખુલશે અને 31 જાન્યુઆરીએ બંધ થશે. રાઇટ્સ હકોના માર્કેટ ત્યાગની છેલ્લી તારીખ 25 જાન્યુઆરી, 2023 છે. કંપની રૂ. 5ની ફેસ વેલ્યુના 2,32,01,892 સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે જેની ઇશ્યૂ કિંમત રૂ. 16.25 પ્રતિ ઇક્વિટી શેર (ઇક્વિટી શેર દીઠ રૂ. 11.25ના પ્રીમિયમ સહિત) છે.
રાઈટ્સ ઈશ્યૂનું કુલ મૂલ્ય રૂ. 37.70 કરોડ છે. સૂચિત ઈશ્યૂ માટે રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ રેશિયો 1:1 (ઇક્વિટી શેરધારકો દ્વારા રાખવામાં આવેલા દરેક 1 સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેર માટે 1 સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેર) રાખવામાં આવ્યો છે.
આ અંગે વધુ વિગતો આપતાં જેટ ફ્રેઈટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી રિચર્ડ ઠેકનાથે જણાવ્યું હતું કે, “કંપનીએ તાજેતરના ભૂતકાળમાં “મિશન એક્સેલ” સહિત ઘણી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પહેલ કરી છે જેમાં ક્ષમતાઓ વિસ્તરણ કરવા અને વધુ ચેનલ પાર્ટનર્સ ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉત્કૃષ્ટ વૃદ્ધિનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
અમારી વ્યાપાર પહેલ બિઝનેસ વિસ્તરણના 4P પર આધારિત છે જેમાં પ્રોડક્ટ એક્સપાન્શન, પીપલ એન્ડ કલ્ચર, પ્રોસેસ ઓટોમેશન અને પ્રમોશન ઓફ બિઝનેસ સમાવિષ્ટ છે. અમે લાંબા ગાળે નવી ક્ષમતાઓના નિર્માણ, બિઝનેસનો વ્યાપ વધારવા તથા તમામ હિસ્સેદારો માટે મૂલ્ય સર્જન થકી વૃદ્ધિ યોજનાઓમાં રોકાણ કરવા પર ધ્યાન આપવા માંગીએ છીએ.
આ ઈશ્યૂ થકી પ્રાપ્ત થનારા ભંડોળથી અમારી કંપનીની બેલેન્સ શીટ મજબૂત બનશે અને તેની વિસ્તરણ યોજનાઓ તથા વ્યૂહાત્મક વૃદ્ધિ પહેલને ભંડોળ પૂરું પાડવામાં મદદરૂપ થશે.”
કંપનીના ડિરેક્ટર બોર્ડે ડિસેમ્બર 14, 2022ના રોજ લાયક ઇક્વિટી શેરધારકોને રાઇટ્સ ઇશ્યૂ દ્વારા ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાની મંજૂરી આપી હતી. રાઇટ્સ ઇશ્યૂ પછી, કંપનીના કુલ બાકી શેરો રાઇટ્સ ઇશ્યૂ પહેલાંના 2,32,01,892 ઇક્વિટી શેરથી વધીને 4,64,03,784 ઇક્વિટી શેર થઈ જશે.
1986 માં સ્થપાયેલ, જેટ ફ્રેઈટ એક વિશ્વસનીય અને ટકાઉ 4PL ફ્રેઈટ ફોરવર્ડર છે અને વૈશ્વિક સ્તરે કસ્ટમાઇઝ્ડ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપની નાશવંત ચીજવસ્તુઓ, ટાઈમ સેન્સિટિવ એક્સપ્રેસ શિપમેન્ટ, જનરલ કાર્ગો, ઓડીસી, હવા, સમુદ્ર અને જમીન પરિવહનના માર્ગ દ્વારા જોખમી કાર્ગોની સેવામાં નિષ્ણાત છે.
તે અધિકૃત કસ્ટમ્સ ક્લિયરિંગ પણ છે અને દરરોજ 24X7 150 ટનથી વધુ એર કાર્ગો હેન્ડલ કરે છે. કંપનીએ ઘણી ભારતીય અને આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ અને સંસ્થાઓ દ્વારા ટોચના-પ્રદર્શન પ્રમાણપત્રો સહિત પ્રતિષ્ઠિત સંસ્થાઓ તરફથી 50 થી વધુ પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે.
“ભારતની લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ આધારિત/એગ્રીગેટર આધારિત બિઝનેસમાં ઝડપથી પરિવર્તિત થઈ રહી છે. અમે આ ટેક્નોલોજી સંચાલિત લોજિસ્ટિક્સ ક્રાંતિમાં મોખરે રહેવા માંગીએ છીએ અને બીટુબી અને બીટુસી બંનેમાં મુખ્ય સ્થાન મેળવવા માટે અમારી શક્તિઓનો લાભ ઉઠાવવા માંગીએ છીએ.
કંપનીના – “મિશન એક્સેલ” ની અનુરૂપ, તે નજીકના ભવિષ્યમાં યુએસ સાથે અનેકગણા વેપારનું પ્રમાણ વધારવાનું આયોજન કરી રહી છે. આ વિસ્તરણ કામગીરી નિશ્ચિતપણે જેટ ફ્રેઈટને તેના લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવવામાં ઘણી આગળ વધારશે. નવી રચાયેલી, સમર્પિત અને અનુભવી એક્ઝિક્યુટિવ લીડરશિપ ટીમ આ ડ્રીમ પ્રોજેક્ટના સફળ વિસ્તરણ માટે સખત મહેનત કરી રહી છે” એમ શ્રી ઠેકનાથે જણાવ્યું હતું.