Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કપૂર ફેમિલીના ગેટ-ટુ-ગેધરમાંથી કરિશ્માએ તસવીરો શેર કરી

મુંબઈ, બોલિવુડનું ફર્સ્ટ ફેમિલી એટલે કે કપૂર ખાનદાન ખાવાપીવાનું શોખીન છે. સાથે જ એકબીજા સાથે સમય વિતાવવો તેમને ખૂબ પસંદ છે.

નાની-મોટી પૂજા હોય કે પાર્ટી કે પછી બર્થ ડે સેલિબ્રેશન જ કેમ ના હોય? કપૂર ખાનદાનના સભ્યો બધા જ ખાસ દિવસોની ઉજવણી સાથે મળીને કરે છે. ખાસ દિવસ ના હોય તો પણ જ્યારે કપૂર ખાનદાનના સભ્યો એક છત નીચે ભેગા થાય તો એ દિવસ યાદગાર બની જાય છે.

હાલમાં જ કપૂર પરિવારના સભ્યો એકઠા થયા હતા અને સાથે ડિનર કર્યું હતું. જેની ઝલક કરિશ્મા કપૂરે બતાવી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરિશ્મા કપૂરે પરિવારની કેટલીક તસવીરો શેર કરી છે.

કપૂર ખાનદાનના ગેટ-ટુ-ગેધરમાં કરીના કપૂર, સૈફ અલી ખાન, અરમાન જૈન અને પત્ની અનિસા, આદર જૈન, નિતાશા નંદા, કુણાલ કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતૂ કપૂર, અગસ્ત્ય નંદા, કરિશ્માની દીકરી સમાયરા, શ્વેતા બચ્ચન, તેની દીકરી નવ્યા નવેલી નંદા અને દીકરો અગસ્ત્ય, રીમા જૈન અને તેમના પતિ સામેલ થયા હતા.

કરિશ્મા કપૂરે શેર કરેલી તસવીરોમાં જાેઈ શકો છો કે સૌ હળવા મૂડમાં જાેવા મળી રહ્યા છે. કપૂર ખાનદાનના સભ્યો એકબીજાની કંપનીને માણતા જાેવા મળી રહ્યા છે. કરિશ્માએ આ ફોટોઝ શેર કરતાં લખ્યું, “ફેમ જામ હંમેશા શ્રેષ્ઠ હોય છે.” એટલે કે પરિવાર સાથે મુલાકાત હંમેશા શ્રેષ્ઠ હોય છે. આ તસવીરો પર નીતૂ કપૂરની દીકરી રિદ્ધિમાએ કોમેન્ટ કરતાં પરિવારને મિસ કરી રહી હોવાની વાત કરી હતી.

જ્યારે નીતૂ કપૂર અને નવ્યાએ હાર્ટ ઈમોજીથી કોમેન્ટ કરી હતી. જણાવી દઈએ કે, શ્વેતા બચ્ચને રાજ કપૂરનાં દીકરી રિતુ નંદાના દીકરા નિખિલ નંદા સાથે લગ્ન કર્યા છે. શ્વેતા પોતાના બંને બાળકો સાથે અવારનવાર કપૂર ફેમિલીના ગેટ-ટુ-ગેધરમાં જાેવા મળે છે.

કપૂર ખાનદાનમાંથી અત્યાર સુધીમાં કેટલાય સભ્યો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ચૂક્યા છે. હવે શશિ કપૂરનો પૌત્ર જહાન કપૂર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. હંસલ મહેતાની ફિલ્મ ‘ફરાઝ’ દ્વારા જહાન બોલિવુડમાં ડેબ્યૂ કરવાનો છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers