Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નકુલ મહેતાના ૪૦મા બર્થ ડે પર પત્નીએ લખી હૃદયસ્પર્શી વાત

મુંબઈ, બડે અચ્છે લગતે ૨ ફેમ નકુલ મહેતાનો મંગળવારે (૧૭ જાન્યુઆરી) ૪૦મો બર્થ ડે હતો. તેણે આ દિવસની ઉજવણી પરિવારના સભ્યો અને કેટલાક અંગત મિત્રો સાથે કરી હતી. તેને વિશ કરતાં પત્ની જાનકી પારેખ દીકરા સૂફી સાથેની કેટલીક સુંદર ક્ષણોની ઝલક દેખાડતો એક વીડિયો શેર કર્યો હતો.

આ સાથે સ્પેશિયલ નોટ પણ લખી હતી, જે વાંચીને ‘બર્થ ડે બોય’ થોડો ઈમોશનલ થઈ ગયો ગયો હતો. તેણે લખ્યું હતું ‘મારા સુંદર પતિને અદ્દભુત ૪૦ વર્ષની શુભેચ્છા, હું પોતાને ભાગ્યશાળી માનું છું કારણ કે મને છેલ્લા ૨૦ વર્ષથી વધુ સમયથી તેના જીવનની સાક્ષી અને ભાગ બનવાની તક મળી. તું ઘણી બધી ભૂમિકા ભજવી રહ્યો છે પરંતુ મારા માટે સુફીના પિતા તરીકે ફેવરિટ છે અને હંમેશા રહીશ.

બાળક બનવાથી લઈને હવે આપણા બાળકને ઉછેરવા સુધી, જીવનનું વર્તૂળ પૂરું થયું છે. તને સૂફી સાથે જાેઉ ત્યારે મારું હૃદય ભરાઈ જાય છેય હું તને કહેવા માગું છું કે, તું નિયમિત સૂફી અને મારા માટે જે કરે છે તેની અમે ખરેખર પ્રશંસા કરીએ છીએ.

નકુલ મહેતાના વખાણ કરતાં આગળ લખ્યું હતું ‘સૂફી માટે શ્રેષ્ઠ પિતા બનવા માટે આભાર, મારા માટે કેરિંગ પતિ બનવા માટે આભાર. તું મારો બેસ્ટ ફ્રેન્ડ અને સૌથી ખાસ પાર્ટનર છે, જે મેં જીવનની આ સફર વિશે વિચાર્યો હતો. તારા હૃદયમાં પ્રેમ આપવાની અનંત શક્તિ છે અને હું પ્રાર્થના કરું છું કે તને આ વાતનો ક્યારેય અહેસાસ ન થાય.

હું પ્રાર્થના કરું છું કે, તું આગળ પણ જીવનને મન ભરીને જીવીશ અને લાખો લોકોનો પ્રેરણા આપકો રહીશ. હું પ્રાર્થના કરું છું કે, એક વ્યક્તિ તરીકે તું જે રીતે વિકસિત થયો છે, તેમ હંમેશા દરેકને સાથે લઈને ચાલતો આવ્યો છે તેમ ચાલે. હું પ્રાર્થના કરું છું કે, નાની-નાની બાબતોમાં ખુશીઓ અને આનંદને શોધતો રહે.

હું પ્રાર્થના કરું છું કે, દિવસ પસાર થવાની સાથે-સાથે આપણું બોન્ડિંગ વધારે ઊંડું અને મજબૂત બને. જાનકીએ અંતમાં લખ્યું હતું કે ‘અને એક દિવસ જ્યારે સૂફી તે સમજવા માટે વયસ્ક બનશે કે તે તારા જીવનમાં શું-શું કર્યું હતું, તે એ સમયે મોટું સ્મિત કરશે અને ગર્વથી કહેશે કે ‘તે મારા પપ્પા છે’.

હેપ્પી બર્થ ડે માય ફોરએવર લવ’. નકુલ મહેતાએ કોમેન્ટ કરતાં લખ્યું હતું ‘મારા આંખમાંથી આંસુ વહી રહ્યા છે’, આ સિવાય કિશ્વર મર્ચન્ટ, દિયા મિર્ઝા, દ્રષ્ટિધામી તેમજ શુભાવી ચોક્સી સહિતના ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્‌સ અને ફેન્સે એક્ટર પર શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers