કૃષ્ણનગરઃવેપારીએ સસ્તામાં સોનાની માળા મેળવવાની લાલચમાં ૪૦ હજાર ખોયા
અમદાવાદ: શહેરમાં નકલી દાગીના અસલી તરીકે પધરાવી હજારો રૂપિયાની છેતરપીંડી નાગરીકો સાથે કરવામાં આવી રહી છે રોજે રોજ કિસ્સા જાહેર થવા છતાં નાગરીકો સસ્તા ભાવે કિંમતી વસ્તુઓ મેળવાનો લાલચમાં ગઠીયાની વાતોમા આવી જાય છે કૃષ્ણનગરમાં પણ એક વેપારીને સોનાના મોતી આપ્યા બાદ રૂપિયા ૪૦ હજારમાં નકલી માળા વેચીને ગઠીયો રફૂચક્કર થઈ જવાની ઘટના બહાર આવી છે.રમેશસીહ ચૌહાણ ખાતે રહે છે અને અમરાઈવાડી ખાતે દુકાન ધરાવી વેપાર કરે છે
કેટલાંક સમય અગાઉ એક ગટીયો તેમને સોનાના મોતી સસ્તામા લેવાની ઓફર આપીને તેમનો નંબર લઈ ગયો હતો થોડા દિવસ બાદ ગઠીયાએ ફોન કરીને તેમને સિવિલ હોસ્પીટલ ખાતે બોલાવીને બેથી ત્રણ મોતી વગર રૂપિયા આપ્યા હતા જે સાચા નીકળ્યા હતા બાદમાં આ ગઠીયાએ તેના સાગરીતો સાથે મળીને ફરીથી તેમને ઠક્કરનગર ખાતે બોલાવ્યા હતા અને સોનાની માળા હોવાથી વાત કહી હતી લાલચમા આવી ગયેલા રમેશસિહ ઠક્કરનગર પહોચ્યા હતા જ્યા ગઠીયાએ માળા બતાવીને ૪ લાખની માંગણી કરી હતી જા કે રમેશસિહે ફક્ત ચાલીસ હજાર રૂપિયા આપ્યા હતા.
બાદમા ઘરે આવીને તપાસ જાણ નકલી નીકળી હતી જ્યારે ફોન કરતા ગઠીયાનો ફોન સ્વીચ ઓફ આવતો હતો જેથી રમેશસિહ પોતે છેતરાયાની લાગણી સાથે કૃષ્ણનગર પોલીસ પહોચ્યા હતા.