Western Times News

Gujarati News

સુરતમાં વહેલી સવારે અક્સ્માતમાં બે વિદ્યાર્થીઓ સહિત ત્રણનાં મોત

સુરત સીટી બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં સર્જાયેલો ગમખ્વાર અકસ્માત

 

અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ટ્રાફિક નિયમનનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે. નાગરીકોની સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો છે ત્યારે આજે વહેલી સવારે સુરતમાં ડીંડોલી બ્રિજ ઉપર પૂરઝડપે આવતી સીટી બસે બે બાઈકને અડફેટમાં લેતાં બે વિદ્યાર્થી સહિત ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળ પર જ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. અને ઘટના સ્થળ ઉપર લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી પરિÂસ્થતિને થાળે પાડી હતી. જાકે અક્સ્માત સર્જી બસનો ચાલક ફરાર થઈ ગયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, સુરત શહેરનાં અડાજણ વિસ્તારમાં આવેલી કે.વી.મહેતા સ્કૂલમાં સવારની પાળીમાં વિદ્યાર્થીઓ સવારે શાળાએ જતાં હોય છે. કેટલાંક વિદ્યાર્થીઓને તેમનાં વાલીઓ પણ મૂકવા જતાં હોય છે. આજે સવારે એક યુવક પોતાની બાઈક ઉપર તેનાં બે ભત્રીજાઓને લઈ સ્કૂલે મૂકવા જઈ રહ્યો હતો. ડીંડોલી બ્રિજ ઉપર આ યુવક પસાર થઈ રહ્યો હતો

ત્યારે સામેથી સુરતમાં ફરતી બ્લુ સીટી બસનાં ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં સામેથી આવતી બે બાઈકોને અડફેટમાં લીધા હતા. જેમાં બંને વિદ્યાર્થીઓ તથા તેનાં કાકાનો કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક ચાલક ગંભીર ઈજાઓ પહોંચતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થવા છતાં પોલીસ મોડી આવી પહોંચતાં લોકોમાં રોષ ફેલાયો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.