પેપર કપ પ્રતિબંધને કારણે ઉત્પાદકોની કફોડી સ્થિતિ
અમદાવાદમાં પેપર કપ પ્રતિબંધ મામલે મ્યુનિ. શાસકો – કમિશ્નર આમને સામને
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેપર પ્રતિબંધનો વિવાદ વધું ઘેરો બની રહ્યો છે મ્યુનિસિપલ કમિશનરે ૨૦ જાન્યુઆરી થી પેપર કપના વપરાશ પર પ્રતિબંધ જાહેર કર્યો છે જ્યારે સત્તાધારી પાર્ટી એ આ અંગે કોઈ જાણકારી હોવાની બાબતે સ્પષ્ટ નનેયો ભણ્યો છે
બીજી તરફ પેપર કપના ઉત્પાદકો આ મામલે મેયરને મળી પ્રતિબંધ પરત લેવા ભલામણ કરી રહ્યા છે પ્રતિબંધના કારણે પેપર કપનું ઉત્પાદકોને કરોડો રૂપિયાનું નુકસાન થાય તેમ માનવામાં આવે છે.
અમદાવાદ શહેર મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચા માટે વપરાતા પેપર કપ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ મેયર સહિત તમામ હોદ્દેદારો આ બાબતે સંપૂર્ણપણે બે ખબર છે. શહેર મેયર કિરીટભાઈ પરમાર ના જણાવ્યા મુજબ આ ર્નિણય કમિશનરનો છે તેમજ આ અંગે સત્તાધારી પાર્ટીને વિશ્વાસમાં લેવામાં આવી નથી.
વહીવટી તંત્ર ઘ્વારા હેલ્થ કમિટી તેમજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ અંગે મંજૂરી માટે કોઈ દરખાસ્ત રજૂ કરવામાં આવી નથી મ્યુનિસિપલ કમિશનર હાલ વિદેશ પ્રવાસે હોવાથી આ અંગે કોઈ ચર્ચા થઈ નથી પરંતુ તેઓ વિદેશથી પરત આવ્યા બાદ આ મામલે ર્નિણય લેવામાં આવશે.
૨૦ જાન્યુઆરી એટલે કે આવતીકાલથી જે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે તેનો અમલ થશે કે કેમ તે અંગે પણ હજી કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું આમ મેયરના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે પેપર કપ પર પ્રતિબંધ મામલે મ્યુનિસિપલ કમિશનરે મનસ્વી ર્નિણય કર્યો છે
સત્તાધારી પાર્ટી એ આ અંગે નાગરિકોને જવાબ આપવાનો રહે છે પરંતુ કમિશનરે સત્તાધારી પાર્ટીને આ બાબતથી બિલકુલ વાકેફ કર્યા ન હોવાથી તમામ લોકો અવઢવ માં છે બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર અને સત્તાધારી પાર્ટીના વિવાદ વચ્ચે ઉત્પાદકો પિસાઈ રહ્યા હોય તેમ માનવામાં આવે છે.
અમદાવાદમાં પેપર કપ ના અંદાજે ૧ હજાર જેટલા યુનિટ છે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રતિબંધ બાદ હોલસેલ વહેપારીઓ પણ માલ પરત મોકલી રહયા છે તેમજ ઉત્પાદન કરેલ માલનો જથ્થો પણ યથાવત સ્થિતિમાં પડી રહયો છે આ સંજાેગોમાં પેપર કપ ઉત્પાદકોની હાલત કફોડી બની છે.
પેપર કપ ઉત્પાદન માટે બેંકોમાંથી જે લોન લીધી હોય તેના હપ્તા ભર પણ મુશ્કેલ બની રહયા છે અને જાે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રાહત આપવામાં નહી આવે તો અંદાજે પ૦ હજાર કરતા વધુ પરિવારોને સીધી અસર થશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.