Western Times News

Gujarati News

12,600 કરોડના ખર્ચે બનેલી મુંબઈ મેટ્રો રેલ લાઇનનું કર્યુ પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન

PM મોદી, CM એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ મેટ્રો ટ્રેનમાં કરી મુસાફરી. 

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના મુંબઈમાં ગુંદાવલી મેટ્રો સ્ટેશનથી મોગરા સુધી મેટ્રોની સવારી લીધી

પ્રધાનમંત્રી મોદી દેશમાં જ્યાં પણ મેટ્રોનું ઉદ્ધાટન કરે છે તેમાં તેઓ સૌથી પહેલા સફર કરે છે. પીએમ મોદીના મેટ્રો સવારીનું વધુ એક ઉદાહરણ મુંબઈમાં જોવા મળ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં મુંબઈ મેટ્રોની બે લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ધાટન બાદ મોદી મેટ્રોમાં બેઠા હતા અને યુવાનો સાથે ચર્ચા કરી હતી. તેમની સાથે સીએમ  શિંદે, ડેપ્યુટી સીએમ ફડણવીસ હાજર રહ્યાં હતા. પીએમ મોદીએ ગુરુવારે આશરે 12,600 કરોડના ખર્ચે અંધેરીથી દહિસર સુધીના 35 કિલોમીટર લાંબા એલિવેટેડ કોરિડોર મુંબઇ મેટ્રોની બે નવી લાઇન 2એ અને 7 નું ઉદ્ઘાટન કર્યું હતું.

આ મેટ્રોનો શિલાન્યાસ પીએમ મોદીએ વર્ષ 2015માં કર્યો હતો. પ્રધાનમંત્રીએ મુંબઈમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શુભારંભ પણ કર્યો હતો.

 

દિવસે આ અગાઉ, પ્રધાનમંત્રીએ મુંબઈ મેટ્રો રેલ લાઇન્સ 2A અને 7 રાષ્ટ્રને સમર્પિત કરી, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પુનર્વિકાસ અને સાત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો,

20 હિંદુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાનાનું ઉદ્ઘાટન કર્યું, અને મુંબઈમાં લગભગ 400 કિલોમીટરના રસ્તાઓ માટેનો પ્રોજેક્ટ માટે રસ્તાના કોંક્રીટાઈઝેશનની શરૂઆત કરી.

પ્રધાનમંત્રીએ મુંબઈ 1 મોબાઈલ એપ અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (મુંબઈ 1) લોન્ચ કર્યું. આ એપ મુસાફરીમાં સરળતા આપશે, મેટ્રો સ્ટેશનના પ્રવેશદ્વાર પર બતાવી શકાશે અને UPI દ્વારા ટિકિટ ખરીદવા માટે ડિજિટલ પેમેન્ટને સપોર્ટ કરશે.

નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (મુંબઈ 1)નો પ્રારંભમાં મેટ્રો કોરિડોરમાં ઉપયોગ કરવામાં આવશે અને તેને લોકલ ટ્રેનો અને બસો સહિત સામૂહિક જાહેર પરિવહનના અન્ય મોડ્સમાં પણ વિસ્તૃત કરી શકાય છે. મુસાફરોને બહુવિધ કાર્ડ અથવા રોકડ સાથે રાખવાની જરૂર રહેશે નહીં; NCMC કાર્ડ ઝડપી, કોન્ટેક્ટલેસ, ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સક્ષમ કરશે, જેનાથી સીમલેસ અનુભવ સાથે પ્રક્રિયાને સરળ બનાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.