સીઆરપીએફને કોઈ રાજકીય ટીકા-ટિપ્પણી નહીં કરવા આદેશ

નવી દિલ્હી, દેશના સૌથી મોટા અર્ધસૈનિક દળ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) એ પોતાના કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા દિશાનિર્દેશનો એક નવો સેટ જાહેર કર્યો છે. તેમાં કર્મચારીઓને વિવાદાસ્પદ અથવા રાજકીય મામલા પર ટિપ્પણી નહીં કરવા માટે કહેવાયું છે. આપને માલૂમ હશે કે, દિલ્હીમાં સીઆરપીએફ હેડક્વાર્ટરે ગત અઠવાડીયે બે પાનાના નિર્દેશ જાહેર કર્યા હતા.
તેમાં કહેવાયું હતું કે, અર્ધસૈનિક દળના કર્મીઓ પોતાની વ્યક્તિગત ફરિયાદોને દૂર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યા છે. આવું કરવું સીસીએસ આચરણ નિયમ ૧૯૬૪નું ઉલ્લંઘન છે અને અનુશાસનાત્મક કાર્યવાહી થઈ શકે છે.
આ સંદર્ભમાં જાહેર કરવામાં આવેલા સર્કુલરમાં કહેવાયું છે કે, સાઈબર બુલિંગ અને ઉત્પીડન વિરુદ્ધ કર્મચારીઓને જાગૃત કરવા માટે અને તેમને સંવેદનશીલ બનાવવા માટે નવા દિશાનિર્દેશ જાહેર કરવામાં આવી રહ્યા છે. દિશા નિર્દેશમાં શું નહીં કરવું તેના વિશે વિસ્તારથી જણાવામાં આવ્યું છે.
તેમાં કહેવાયું છે કે, કોઈ પણ કર્મી કોઈ સંવેદનશીલ મંત્રાલય અથવા સંગઠનમાં કામ કરવા દરમિયાન પોતાની પોસ્ટીંગ અને કામની પ્રકૃતિનો ખુલાસો નહીં કરે. સીઆરપીએફ સર્કુલરમાં કહેવાયું છે કે, પોતાના ઈન્ટરનેટ સોશિયલ નેટવર્કિંગ પર એવું કંઈ પણ ન કરો, જે સરકાર અથવા આપની ખુદની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે.
સરકારી નીતિઓ પર પ્રતિકૂળ ટિપ્પણી ન કરો અને કોઈ પણ સાર્વજનિક મંચ પર રાજકીય/ધાર્મિક નિવેદનો આપો. એવું કોઈ પણ વિવાદાસ્પદ, સંવેદનશીલ અથવા રાજકીય મામલા પર ટિપ્પણી ન કરે, જે આપને પરેશાન કરી શકે છે. દિશાનિર્દેશોમાં કહેવાયું છે કે, કર્મચારીઓને ક્રોધ, દ્વેષ અતવા દારુના પ્રભાવમાં ઓનલાઈન કંઈ પણ લખવું અથવા પોસ્ટ કરવું નહીં.
આ લખાણ રૌફ જમાવવા અથવા ભેદભાવ કરનારુ પણ ન હોવું જાેઈએં. તેમાં કહેવાયું છે કે, બિન અધિકૃત પ્લેટફોર્મના માધ્યમથી કંઈ પણ શેર ન કરો, ભલે તે વર્ગીકૃત અથવા આહાનિકર હોય, જેમ કે જનશક્તિના મુદ્દા, પદોન્નતિ, સ્થાનિક આદેશ વગેરે. કારણ કે આવી જાણકારી વિરોધીઓને ગુપ્ત જાણકારી એકઠી કરવાનો મોકો આપી શકે છે.
સીઆરપીએફ કર્મચારીઓ માટે દિશા નિર્દેશ માં શું કરવાને લઈને સ્પષ્ટ કર્યું છે. જેમ કે, તથ્ય અને રાયની વચ્ચે અંતરને જાણવા માટે સુનિશ્ચિત કરવું જાેઈએ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ સ્પષ્ટ કરવાનું સુનિશ્ચિત કરો કે, આપ સરાકરની સ્થિતીનું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યા. હંમેશા આપ યાદ રાખો કે, બ્લોગ, વિકી અથવા કોઈ પણ અન્ય પ્લેટફોર્મ પર કંઈ પણ લખવા માટે તમે પોતે જવાબદાર છો.SS1MS