Western Times News

Gujarati News

બાળકીના જન્મ બાદ બચવાની આશા ડોક્ટરોએ પણ છોડી દીધી હતી

નવી દિલ્હી, આજે પણ દુનિયામાં ચમત્કાર થાય છે અને કદાચ આપણે પરમાત્માની પરમશક્તિને સમજવાની કોશિશ કરવા છતાં પણ તેનું માપ પામી નથી શકતા. હાલમાં જ એક મેડિકલ કેસ સામે આવ્યો છે જેના વિશે જાણ્યા બાદ તમને ફરીથી વિશ્વાસ થશે કે દુનિયામાં ચમત્કાર થાય છે.

પૂણેમાં મે ૨૦૨૨માં બેબી શિવન્યાનો જન્મ થયો, તે એક પ્રિમેચ્યોર ડિલિવરી હતી અને જન્મ સમયે તેનું વજન માત્ર ૪૦૦ ગ્રામ હતું અને લંબાઇ ૩૦ સેમી હતી. તેનો જન્મ પ્રેગ્નન્સીના ૨૪માં અઠવાડિયામાં જ થઇ ગયો હતો, જે સામાન્ય રીતે ૩૭થી ૪૦માં અઠવાડિયાની વચ્ચે થાય છે.

ડોક્ટર અનુસાર, સામાન્ય રીતે જ્યારે તેઓ ૫૦૦થી ૬૦૦ ગ્રામ કરતા ઓછા વજનવાળા બાળકોને જૂએ છે તો પેરેન્ટ્‌સને કહી દે છે કે, આ બાળક માટે તેઓ વધારે કંઇ નહીં કરી શકે.

ડોક્ટર શાહે જણાવ્યું કે, ઘણીવાર પેરેન્ટ્‌સ પણ બાળકને બચાવવા માટે ખાસ પ્રયત્નો નથી કરતા કારણ કે, ભારતમાં એક સામાન્ય ધારણા છે કે આનાથી તેઓનો આર્થિક બોઝ પણ વધી જશે. બેબી શિવન્યાનો જન્મ પૂણેના ચિંચવાડ નર્સિંગ હોમમાં થયો હતો, જ્યાંથી તેને તત્કાળ સૂર્યા મધર એન્ડ ચાઇલ્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ટેરશિયર કેર લેવલ ૩ એનઆઇસીયુમાં શિફ્ટ કરવામાં આવી હતી.

ડોક્ટરે જણાવ્યું કે, બાળકી ખૂબ જ નાની હતી અને તેની સ્કિન પણ અત્યંત નાજૂક હતી. બાળકીને સ્પેશિયલ ઇનક્યૂબેટરમાં રાખવામાં આવી જેથી તેની સ્કિનનો વિકાસ થઇ શકે.

તેની નાભિમાં કેટલાંક સ્પેશિયલ કૅથેટર પણ લગાવ્યા જેથી તેને પોષણ મળી શકે અને દરરોજ બ્લડ સેમ્પલ લેવામાંની સાથે તેનું બ્લડપ્રેશર પણ મોનિટર કરવામાં આવતું હતું. બેબી શિવન્યા આપમેળે શ્વાસ લઇ શકતી નહતી, તેથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.

આ બાળકી લગભગ ત્રણ મહિના સુધી એનઆઇસીયુમાં રહી અને લગભગ અઢી મહિના સુધી બ્રીથિંગ સપોર્ટ આપવામાં આવ્યો. ત્યારબાદ ફિડિંગ ટ્યૂબથી ધીરે-ધીરે ભોજન આપવામાં આવ્યું હતું. સમય જતાં બાળકીનું વજન વધવાનું શરૂ થયું અને હવે તેનું વજન ૧ કિલો થઇ ગયું છે.

ડોક્ટર શાહે જણાવ્યું કે, બાળકી ખૂબ જ નાની હતી તેને ટ્રિપ લગાવવી અને અન્ય હેલ્થ કન્ડિશનમાં સુધાર લાવવો મુશ્કેલ હતું. આટલા નાના બાળક માટે ઇક્યૂપમેન્ટ સુદ્ધા નહતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.