Western Times News

Gujarati News

અંકલેશ્વરમાં આંક ફરકનો જુગાર રમતા એક મહિલા સહિત ૮ જુગારીઓ ઝડપાયા

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂ અને જુગારની પ્રવૃત્તિ અટકાવવા તેમજ આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઝડપી લેવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવતા તેના અનુસંધાને ભરૂચ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.એન.ભરવાડ ટીમ સાથે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.આ દરમ્યાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના જીન ફળિયામાં એક મહિલા તેના માણસો થકી કેટલાક ઈસમોને ભેગા કરીને તેના ઘર પાસે સટ્ટા બેટિંગના આંકડાનો જુગાર રમાડે છે. એલસીબીની ટીમે મળેલ બાતમીના સ્થળે જઈને છાપો મારી સ્થળ પરથી જુગાર રમાડતી મહિલા સહિત કુલ આઠ ઈસમોને રોકડ રકમ સહિત કુલ રૂપીયા ૩૩,૪૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

એલસીબીની ટીમે ઘટના સ્થળ પરથી (૧) મનસુખ છીતા પ્રજાપતિ રહે.માઈની ઉડાઈ,બળેલીખો,ભરૂચ (૨) નાગજી નાથા મકવાણા રહે.હાલ સુપર માર્કેટ અરુણભાઈના મકાનમાં,ભડકોદ્રા,અંકલેશ્વર (૩) દિપક મહેન્દ્ર ચાવડા રહે.જુના બજાર કરજણ (૪) શબ્બીર ફકરુદ્દિન શેખ રહે.નવા બજાર કરજણ (૫) શીવ નનકુ પાલ રહે.ગડખોલ તા.અંકલેશ્વર (૬) સંજય બાબુ વસાવા રહે.જીન ફળિયું અંકલેશ્વર (૭) રાધાબેન વિક્રમજી ઠાકોર રહે.નવી નગરી અંકલેશ્વર તેમજ (૮) જયાબેન પ્રવિણ વસાવા રહે.જીન ફળિયા અંકલેશ્વરનાને ઝડપી લઈને અન્ય એક ઈસમ વિશાલ ઠાકોર વસાવા રહે.નવા દીવા અંકલેશ્વરનાને વોન્ટેડ જાહેર કરીને આ ગુના હેઠળ ઘટના સ્થળ પરથી મુદ્દામાલ સાથે પકડાયેલ આરોપીઓને વધુ તપાસ માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.