૨.૭ કિલોનો કેનકોડ દેડકો: જે સાપને પણ ખાઈ જાય છે
ઓસ્ટ્રેલિયાના કોનવે નેશનલ પાર્કમાં ૨.૭ કિલોનો કેનકોડ દેડકો મળ્યો
આ દેડકો તેના મોંમાં જે પણ જાય તે ખાઈ શકે છે: આ દેડકા પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, તેથી તેમને મારી નંખાયા
નવી દિલ્હી, શું તમે ક્યારેય કેન ટોડ વિશે સાંભળ્યું છે? આ એક પ્રકારના દેડકા જ હોય છે. જેનો ખોરાક કંઇપણ છે,હા તેઓ કંઇપણ ખાઇ શકે છે. ઓસ્ટ્રેલિયન પાર્ક રેન્જર્સને ઓસ્ટ્રેલિયાના કોનવે નેશનલ પાર્કમાં ૨.૭ કિલોનો કેન કોડ દેડકો મળ્યો હતો.
પાર્ક રેન્જર કાઈલી ગ્રે કહે છે કે, આ કદનો દેડકો તેના મોંમાં જે પણ જાય તે ખાઈ શકે છે. આ દેડકા પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, તેથી તેમને મારી નાખવામાં આવ્યા. હવે આ માદા મોન્સ્ટર કેન ટોડના ફોટોને સોશિયલ મીડિયા પર જાેઇને યુઝર્સ પણ હેરાન થઇ ગયા છે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં ૨.૬૫ કિગ્રા (૫.૮ એલબી) ના સૌથી મોટા દેડકાની યાદી છે, જે રેકોર્ડ૧૯૯૧માં સ્વીડિશ પાલતુ જાનવર દ્વારા બનાવવામાં આવ્યો હતો.
આ દેડકાને પકડનાર રેન્જર કાઈલી ગ્રેને પહેલા તો વિશ્વાસ નહોતો થયો કે, તે આટલો વિશાળ હશે. આ કારણે તેણે તેનું નામ ‘ટોડઝિલા’ રાખ્યું અને તેને જંગલની બહાર લઈ ગયો. જાે કે, તે આ દેડકાની ઉંમરનો યોગ્ય અંદાજ લગાવી શકી નથી. પરંતુ તેણે કહ્યું કે,આ દેડકો જંગલમાં ૧૫ વર્ષ સુધી જીવી શકે છે.
આ કદનો દેડકો તેના મોંમાં મળે તે કંઈપણ ખાઈ શકે છે. આમાં જંતુઓ, સરિસૃપ અને નાના સસ્તન પ્રાણીઓનો સમાવેશ થાય છે.