અમદાવાદમાં ૨૪ કલાક પાણી માટે નાગરિકોની ડિમાન્ડ
શહેરીજનોએ બજેટ વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૫૦૦ સૂચન કર્યાં-મ્યુનિસિપલ સેવા સુધારવા ૩૯ ટકા સૂચન મળ્યાઃ પ્રથમ વખત જેન્ડર વાઇઝ બજેટ માટે માંગણી
(પ્રતિનિધિ)અમદાવાદ, અ.મ્યુ. કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪નું અંદાજપત્ર તૈયાર કરવા માટે સૌપ્રથમ વખત જનભાગીદારી કેળવવાના હેતુથી શહેરીજનો પાસેથી ઇ-મેઇલ મારફતે સૂચનો મંગાવવામાં આવેલ હતા, જેને બહોળો પ્રતિસાદ મળેલ. જે અન્વયે ૪૫૦ ઈ-મેઇલ દ્વારા કુલ ૫૦૦ કરતા વધુ સુચનો મળ્યા છે..
જેમાં ૩૪% સુચનો મૂળભુત પ્રથામિક સુવિધાને લગતા, ૨૫% સુચનો પ્રાથમિક સિવાયની સુવિધા જેવી કે, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, લાયબ્રેરી, રીડીંગ રૂમ, ગાર્ડન, સ્વિમીંગપુલ, સિનિયર સિટીઝન પાર્ક વિગેરેને લગતા, ૩૯% સુચનો અ.મ્યુ. કોર્પો.ની સર્વિસ સુધારવા બાબત તેમજ ર% સુચનો કોર્પોરેશનની રેવન્યુ જનરેશન બાબતના છે.
મ્યુનિ. કોર્પોરેશન ના સૂત્રોએ જણાવ્યા મુજબ બજેટ માટે ૩૪ ટકા સૂચનો પ્રાથમિક સુવિધા અંગેના છે. આ સુચનોમાં ખાસ કરીને કોર્પોરેશનમાં સમાવિષ્ટ નવા વિસ્તારો જેવા કે, હંસપુરા, બોપલ, ઘુમા, વટવામાં ટી.પી. ૮૫ અને ૮૯, નિકોલ, નાનાચિલોડા જેવા વિવિધ વિસ્તારોમાં પાણી, ડ્રેનેજ તથા રસ્તાની સુવિધા મેળવવા અને સુધારવા બાબતના છે.
પ્રાથમિક સુવિધા ઉપરાંત મોટાભાગના નાગરિકો એ સફાઈ માટે પણ મંતવ્યો આપ્યા છે. જેમાં અમદાવાદ ના તમામ વોર્ડ માં સોસાયટી ની સ્વચ્છતા ને ધ્યાનમાં રાખી” સોસાયટી ઓફ થો વીડ અને સોસાચટીથી સિટિ” નામના રોકડ પુરસ્કાર તથા એવાર્ડ માટે કંડની જાેગવાયઇ કરવામાં આવે, રોકડ પુરસ્કાર ના આપવો હોય તો જે તે વર્ષ ના સોસાયટી ના તમામ ઘરો ના ટેક્સ બિલ માફ કરવામાં આવે
જેથી કરી નાગરિકો જાગૃત થશે અને સોસાયટી. નગર,સિટિ સ્વચ્છ બનશે, – જે પણ યોજના માટે ફંડ યોજના માટે ફાળવવામાં આવે તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તેના મોનિટર માટે યોગ્ય સિસ્ટમ લાગુ કરવામાં આવે, સોસાયટી ના રહીશો દ્વારા એંઠું મૂકવાની પ્રથા છે
જેને કારણે ગંદકી પણ થાય છે અને રખડતા પશુ ભેગા થાય એટલે અકસ્માત સજાવાની સંભાવના રહે જેથી સોસાયટીનું બનાવી કોઈ આયોજન જે તે વોર્ડ ના નગરસેવકને સાથે રાખી કરવામાં તે જરૂરી છે.આ ઉપરાંત ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન માટે કોટ વિસ્તારની પોળોમાં હાથ લારી રાખવા સૂચન છે,
જેથી હાથ લારી પોળમાં આવી શકે અને લોકો એ હાથ લારીમાં કચરાનો નિકાલ કરી શકે. કારણ કે પોળમાં રસ્તો સાંકડા હોવાના કારણે ગાર્બેજ કલેક્શન માટેના વાનો અંદર આવી શકતા નથી. લોકોને કચરાના નિકાલ કરવાની પ્રશ્ન છે.ભીનો સૂકો કચરો અલગ કરવા માટે કડક નિયમો બનાવવામાં આવે અને જે કોઈ કોમર્શિયલ કોમ્પલેક્ષ સીસાયટી અને ક્લેટમાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં ન આવે તેમની પાસેથી મોટી રકમનો દંડ વસૂલ કરવા માટે પણ સૂચના કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ઇતિહાસ માં પ્રથમ વખત જેન્ડર બજેટ માટે પણ સૂચન મળ્યા છે.જેમાં મહિલાઓ અને વિધાર્થીનીઓ માટે અલગ બજેટ માટે પણ રજૂઆત કરવામાં આવી છે. પાર્કિંગ વ્યવસ્થા માટે મળેલા સૂચન મુજબ શહેરની તમામ જગ્યાએ જ્યાં લોકો પાર્કીંગ કરીને ભાગી જાય તેવી જગ્યાઓએ પાર્કીંગ ફી કરી દેવી જાેઈએ
તથા દંડની પણ જાેગવાઇ કરવી જાેઇએ. નાગરિકો એ બગીચા માટે પણ અલગ અલગ ડિમાન્ડ કરી છે. જે મુજબ દરેક સોસાયટી ફ્લેટ્સમાં ફરજીયાન ગાર્ડન હોવું જાેઈએ જેથી બાળકો, સીનીયર સીટીઝનને ફાયદો રડે જે સોસાયટી ફ્લેટ્સમાં ગ્રાફનું ન હોય તેને પેનલ્ટી કરો,
સારંગપુર દરવાજા પાસે આવેલ માધવ બાગને રીડેવલોપ કરી ગાર્ડનની સુવિધા ફરી લોકોને મળે તે માટે સુચન કરવામાં આવ્યા છે. શહેરની જાહેર પરિવહન સેવા માટે બચત અને કરકસર ના સૂચનો મળ્યા છે.સાથે સાથે બી.આર ટી એસ તથા એ.એમ.ટી.એસની ફ્રીકવન્સી જ્યાં જરૂર હોય તેવા એરીયામાં વધારો કરવા, તમામ બી.આર.ટી.એસ સ્ટેશનને ખુબ જ ખરાબ હાલતમાં છે,તેને રી-ડેવલપ કરવા તેમજ બી.આર.ટી.એસ સ્ટેશને સોલાર રૂપટોપ બનાવો,
સોલાર પ્લેટો નાખવા માટે પણ નાગરિકો ઘ્વારા અભિપ્રાય આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તેટલા રોડ અને રોડ કૌભાંડો થી ત્રસ્ત નાગરિકો વિવિધ સૂચન કર્યા છે. જેમાં રોડ કામ કરતા પહેલા ટોરેન્ટ પાવર, અન્ય તમામ કેબલ વાયરો, પાણીની લાઇન, ડ્રેનેજ લાઈન, ગેમ લાઈન વગેરે અંડર ગ્રાઉન્ડ કામ પ્રથમ પૂરૂં કરી ત્યાર બાદ જ નવો રોડ બનાવવા પર ભાર મુક્યો છે.
શહેરના વટવા વિસ્તાર મા ટી પી ૮૫ અને ૮૯ એ વિસ્તાર અને વસ્તી ની બાબત મા મોટા વિસ્તારનો સમાવેશ થાય છે (ઓવરહેડ પાણી ની ટાંકી ફાયર સ્ટેશન, સરકારી શાળા,બગીચો,લાઈબ્રેરી સરકારી જીમ,રમત ગમત માટે મેદાન સુદ્રઢ ડ્રેનેડ્રેનેજ સિસ્ટમ તથા પીવાના પાણી માટે પાણીની ટાંકી, ટીપી સ્કીમ મુજબ કોમ્યુનીટી હોલ, બાળકોના શિક્ષણ માટે સરકારી પ્રાથમિક શાળા (ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ |
સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક ( સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ) શાળા તેમજ બગીચા માટે અને આવેલા તળાવોના સુધારાકામ માટે, જગતપુર એરીયામાં સ્વીમીંગ પુલ, ગાર્ડન જીમ શુધ્ધ પાણી, વધુ વૃક્ષો વગેરે ડેવલપ કરવા, બોપલ તથા ગુમા, નિકોલ, નરોડા, કાળીગામ હંસપુરા, જગતપુર, નાના ચિલોડા, વગેરે નવા ડેવલપ વિસ્તારમાં તમામ પાયાની સુવિધાઓ પુરી પાડવા માટે
પણ નાગરિકો ઘ્વારા અભિપ્રાય આપવામાં આવ્યા છે. ૨૦૨૩-૨૪ ના બજેટમાં નાગરિકો એ પાણી ૨૪ કલાકની ડીમાન્ડ કરી છે. તેમજ પાણીનો બગાડ અટકે તે અંગે પોલીસી બનાવવા તથા દંડની જાેગવાઈ કરવી જાેઈએ તેમજ પાણીનો બગાડ અટકાવવા વોટર મીટર લાવી રેવન્યુ મળે શકે તે દીશામાં કામ કરવા પણ સૂચન કર્યા છે.