Western Times News

Gujarati News

રાયસણ BAPS સ્કૂલ નજીક કાર પલટીઃ બેનાં ઘટના સ્થળે મોત

(એજન્સી)ગાંધીનગર, ગુજરાતના પાટનગર ગાંધીનગરના રાયસણમાં બીએપીએસ સ્કૂલ નજીક વીજળીના થાંભલા સાથે એક કાર ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૨ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મળતી માહિતી મુજબ, ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી બીએપીએસ સ્કૂલ તરફ જતાં રોડની સાઈડમાં આવેલા વીજળીના થાંભલા સાથે એક કાર ધડાકાભેર અથડાઈ હતી.

આ અકસ્માતમાં કારમાં સવાર રાયસણ ગામના ૫ પૈકી ૨ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ ત્રણ લોકોને દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એકની હાલત અત્યંત નાજુક હોવાનું પણ જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી બીએપીએસ સ્કૂલ તરફ જતાં રોડ ઉપર ગઈકાલે રાતના સમયે એક ભયાનક અકસ્માત સર્જાતા ૨ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ ઈજાગ્રસ્તો પૈકી એકની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી બીએપીએસ સ્કૂલથી થોડે આગળ જતાં રોડની સાઈડમાં આવેલા વીજળીના થાંભલા સાથે પૂરપાટ ઝડપે કાર અથડાઈ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં પ્રવીણ અને હાર્દિક નામના ૨ યુવકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ૩ મિત્રોને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક ૧૦૮ મારફતે સિવિલ લઈ જવાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.