નડિયાદના વેપારીના પંદર લાખ પડાવી લેનાર કુખ્યાત ગેંગના પાંચ શખ્સો ઝડપાયા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના આમોદના આછોદ ગામે નડિયાદના વેપારીને પ્લાસ્ટિકના દાણાના સોદા માટે બોલાવી આઠ શખ્સોએ પોલીસની રેડનો સ્વાંગ રચી રોકડા પંદર લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદના પીપલગ ગામે રહેતા મૂળ રાજસ્થાની પ્રેમસિંગ રાજપુરોહિત બારદાનનો વ્યવસાય કરે છે.આણંદના સુણાવ મોટી ભાગોળના પરિચિત મિત્ર પ્રકાશચંદ્ર પ્રજાપતિના કહેવાથી આમોદના આછોદ ગામે પ્લાસ્ટિકના દાણાનો સોદો કર્યો હતો.
વેપારીને તેઓના મિત્રની ભરૂચના આમોદના આછોદમાં પ્લાસ્ટિકના દાણાની ફેકટરી હોવાનું કહ્યું હતું.જેમાં સસ્તા ભાવે માલ મળવા સાથે ધંધામાં નફો વધુ હોવાનું કહેતા બારદાનનો વેપારી ભેજાબાજ જાેડે તેની બાઈક ઉપર આછોદ આવ્યા હતા.જ્યાં આછોદના અન્ય ત્રણ ઠગો ખાલિદ, ઈમ્તિયાઝ અને હનીફ સાથે મુલાકાત કરાવી દાણાના સેમ્પલ બતાવ્યા હતા.કિલોના ૭૦ રૂપિયા ભાવ કહેતા વેપારીએ ૪૫ ટન ખરીદવાની તૈયારી બતાવી હતી.કુલ ૩૦ લાખ ઉપરાંતની કિંમત સામે ૨૦ લાખ રોકડા અને બાકી ૧૦ લાખ પેટે બે સિક્યોરિટી ચેક આપવાનું નક્કી કરાયું હતું.આ દરમ્યાન પ્રકાશે તેની પાસે ૫ લાખની વ્યવસ્થા થઈ હોવાનું કહેતા વેપારી નડિયાદથી ૧૫ લાખ રોકડા અને ટેમ્પો લઈ પ્રકાશની બાઈકની પાછળ પાછળ આછોદ પહોંચ્યા હતા.જયાંથી ગોડાઉન નજીક ટેમ્પો મૂકી પ્રકાશની બાઈક ઉપર બન્ને ઈમ્તિયાઝ પટેલના ઘરે ગયા હતા.જ્યાં હનીફ પઠાણ અને ખાલિદ જાનું શિરૂ હજાર હતા.
પ્લાસ્ટિકના દાણાના સોદાની વાત ચાલતી હતી ત્યાં જ પોલીસ આવી ગઈ તેવી ઘરમાં રહેલા ચારેય બુમો પાડવા લાગેલા.એક ખાખી કપડાં પહેરેલ વ્યક્તિ સાથે અન્ય ત્રણ લોકો પોલીસની લાકડી સાથે સિવિલ ડ્રેસમાં હતા.જેઓએ ઘરમાં આવી તમે અહીં બે નબરી ધંધા કરો છો કહી પ્રેમસિંગને છરો બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
વેપારીના હાથમાં થેલીમાં રહેલા રોકડા ૧૫ લાખ, બે કોરા ચેક અને આધાર કાર્ડની નકલ લઈ તેને ભગાડી મુક્યો હતો.
આઠેય લોકોએ તેની સાથે પૂર્વ યોજિત ષડયંત્ર રચી રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ આમોદ પોલીસ મથકે નોંધવતા પોલીસે (૧) ખાલીદ જાનુ યાકુબ શીફ રહે.શીરૂવાંઢ તા.નલીયા જી.કચ્છ (૨) ઈમ્તીયાઝ ઉર્ફે દેડકો અહેમદ પટેલ રહે. આછોદ ભીલવાડા ફળીયુ તા.આમોદ જી.ભરૂચ (૩) હનીફ નીઝામ પઠાણ રહે.આછોદ મોટા પાદર તા.આમોદ જી.ભરૂચ (૪) નાજીમ મહેબુબ હસન મલેક રહે.આૌદ પુરસા મસ્જીદની સામે તા.આમોદ જી.ભરૂચ (૫) માજીદ સકીલ અહેમદ ઈદ્રીશી હાલ રહે. આછોદ તા.આમોદ જી.ભરૂચ મુળ રહે. રાયપુરમાદાત જર્મનપુર વિસ્તાર તા.નગીના જી.બીજૌર (ઉત્તરપ્રદેશ)ને ઝડપી પડ્યા હતા.