નેત્રામલી ગ્રામ પંચાયત સરપંચ જિલ્લાના શ્રેષ્ઠ સરપંચ એવોર્ડથી સન્માનિત થશે

(પ્રતિનિધિ) નેત્રામલી, ઇડર તાલુકાના નેત્રામલી ગામના મહિલા સરપંચ પદમાબેન નિલેશભાઈ પટેલને મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના અંતર્ગત સરકારે યોજેલ શ્રેષ્ઠ સરપંચ પુરસ્કાર સ્પર્ધામાં નેત્રામલી સરપંચને સાબરકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ સરપંચ તરીકે પસંદ કર્યા છે. ૨૬મી જાન્યુઆરીના દિવસે જિલ્લા કક્ષાના કાર્યક્રમ વડાલી ખાતે માન. પ્રભારી મંત્રીશ્રીના હસ્તે શ્રેષ્ઠ સરપંચનો પુરસ્કાર એનાયત થશે.