અંકલેશ્વર ખાતે હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીનો ૪૩૯માં ઉર્સ શરીફની ઉજવણી

(પ્રતિનિધિ) ભરૂચ, કોમી એકતા અને ભાઈચારાના પ્રતિકસમા હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીનો ૪૩૯ મો સંદલ શરીફ અને ઉર્સ શરીફની સાદગીભેર ઉજવણી કરવામાં આવી હતી.દરગાહ શરીફના સજજાદાનશીન તથા સૈયદો સાદાતના કરકમલો દ્વારા સંદલ શરીફ તથા ચાદર તથા ગિલાફની પેશગી કરાઈ હતી. અંકલેશ્વર શહેરના સુપ્રસિદ્ધ કોમી એકતાના પ્રતીક સમાન અંકલેશ્વર શહેરના શહેનશાહ હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીનો ૪૩૯મો સંદલ શરીફ અને ઉર્સ શરીફ વર્ષોની પ્રણાલિકા મુજબ કરવામાં આવી હતી.
સૈયદ સાદતો તથા હજારો અકીદતમંદોની હાજરીમાં ધાર્મિક વિધિ પ્રમાણે કુરાન શરીફની તિલાવત પછી મઝાર શરીફ પર પ્રથમ સંદલ શરીફ સજ્જાદાનશીન હઝરત મન્સૂર અલી ઈનામદાર સાહેબ, ડો.ફરાઝ ઈનામદાર સાહેબ,સૈયદ ઝૂલ્ફીકાર અલિ ઈનામદાર, સૈયદ હઝરત અબ્દુલ કાદિર બાવા ઉર્ફે છોટુ બાવા સાહેબ,સૈયદ મોઈનબાવા સાહેબ,સૈયદ ગ્યાસૂદ્દીન બાવા સાહેબ,સૈયદ ઝૈનુલ આબેદીન બાવા સાહેબ, સૈયદ મુનવ્વર બાવા સાહેબ, સૈયદ અરશદ કાદરી બાવા સાહેબ, સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબ, સૈયદ આરીફ બાવા સાહેબ પૂર્વ નગરસેવક , સૈયદ અતિક બાવા સાહેબ, સૈયદ આમિર બાવા સાહેબ, સૈયદ નાસિર બાવા સાહેબ, સૈયદ જમાલઉદ્દીન બાવા સાહેબ, સૈયદ સફી બાવા સાહેબ, સૈયદ કાદરી રફીક બાવા સાહેબ, સૈયદ જલાલૂદીન કુરેશી અલહાશમી, સૈયદ અનીસૂદ્દીન કુરેશી અલહાશમી વિગેરે સૈયદો સાદતના મુબારક હાથોથી સંદલ શરીફ દુરૂદો સલામ સાથે પેશ કરવામાં આવ્યું હતું અકીદાતમંદોની હાઝરીમાં ઉર્સ શરીફ ઉજવવા આવ્યું હતું.
આ પ્રસંગે તમામ સૈયદ સાદાતો દ્વારા કોમી એકતા અને ભાઈચારો તથા દેશમાં ચેન શુકુન અને સમૃધ્ધિ સાથે ઉન્નતિ સાથે લોકો સ્વસ્થ અને તન્દુરસ્તીની જિંદગી ગુજારે તે માટે દુઆઓ કરવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાનવવા વહીવટીતંત્ર, પોલીસતંત્ર,નગરપાલિકા દ્વારા સંપૂર્ણપણે સહયોગ આપવામાં આવ્યો હતો.