Western Times News

Gujarati News

ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસિયેશને સૌથી મોટો ટ્રાવેલ રોડ શો યોજ્યો

અમદાવાદ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ આયોજનની વૈશ્વિક સંસ્થા ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસિયેશન (જીટીએએ) દ્વારા અમદાવાદમાં હોટલ હ્યાત રેજન્સી ખાતે સૌથી મોટો ટ્રાવેલ રોડ શો યોજવામાં આવ્યો હતો. દેશભરના વિવિધ રાજ્યોમાંથી ૧,૪૦૦થી વધુ એજન્ટો તથા પ્રતિનિધિઓ આ ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. જીટીએએ દ્વારા ‘પ્લે ફોર યુનિટી’ ક્રિકેટ ટુર્નામેન્ટની ત્રીજી સિઝનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે ૨૪થી ૨૬ જાન્યુઆરી, ૨૦૨૩ દરમિયાન એઈએસ ગ્રાઉન્ડ, યુનિવર્સિટી રોડ, અમદાવાદ ખાતે યોજાશે.

આ અંગે ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસિયેશનના પ્રમુખ શ્રી સંકેત શાહે જણાવ્યું હતું કે “અમદાવાદમાં ‘પ્લે ફોર યુનિટી’ની ત્રીજી સિઝનનું આયોજન કરતાં અમે આનંદ અનુભવી રહ્યા છીએ. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી અને અન્ય કારણોસર અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરી શક્યા નહોતા. સમગ્ર ભારતના ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપની (ડીએમસી)ના પ્રતિનિધિઓએ આ ટુર્નામેન્ટ્‌સમાં ટીમ ખરીદી છે અને વિશ્વભરમાં પ્રવાસન ક્ષેત્રના તમામ એજન્ટ્‌સ તથા પ્રતિનિધિઓ વચ્ચે એકતા દર્શાવવા માટે ‘પ્લે ફોર યુનિટી’નું આયોજન થઈ રહ્યું છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.