Western Times News

Gujarati News

૧૦ વર્ષથી જૂના આધારકાર્ડમાં રહેઠાણ-ઓળખના પુરાવા અપડેટ કરાવવા તાકીદ

સરકારની યોજનાઓનો લાભ લેવા આધારકાર્ડએ ઓળખ અંગેનો મુખ્ય આધાર

રજિસ્ટ્રારશ્રી (યુઆઈડી) અને જિલ્લા કલેકટરશ્રી અમદાવાદની અખબારી યાદી મુજબ જિલ્લાના તમામ વસવાટ કરતા વ્યક્તિઓને જણાવવામાં આવે છે કે, ભારત સરકારશ્રીના યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ની સૂચના મુજબ ૧૦ વર્ષ જૂના

આધારકાર્ડ ધારકોએ આજદિન સુધી પોતાના આધારકાર્ડમાં કોઈપણ જાતની સુધારો-વધારો(અપડેશન) કરાવેલ નથી. તેઓએ પોતાના રહેઠાણ અને ઓળખના દસ્તાવેજ/પુરાવો અપડેટ કરાવી લેવા જણાવવામાં આવે છે. માય આધારની વેબસાઇટ ઉપર રહેઠાણ અને ઓળખના દસ્તાવેજ/પુરાવા ઓનલાઇન અપડેટ કરી શકાશે.

આધારકાર્ડ કેન્દ્ર ઉપર રુબરુ જઈ જરૂરી ફી ભરીને પણ અપડેશન કરાવી શકાશે. તેમજ આધારકાર્ડ પ્રોગ્રામ દરેક આધારકાર્ડ ધારકની ઓળખ તેની આંખની કીકી, આંગળાની છાપ અને ફોટોગ્રાફ્સ દ્વારા કરે છે. જેથી નામદાર ભારત સરકાર તથા

રાજય સરકારશ્રીની યોજનાઓના લાભો મેળવવા માટે આધારકાર્ડ એ ઓળખ અંગેનો મુખ્ય આધાર નંબર ઘણો જ જરૂરી બનેલ હોઈ, દશ વર્ષથી આધારકાર્ડ ધારણ કરનાર દરેક વ્યક્તિએ પોતાના આધારકાર્ડમાં સુધારા-વધારા (અપડેશન) કરાવી લેવા જણાવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.