વંદેભારત એકસપ્રેસ ટ્રેનનો અકસ્માત રોકવા અમદાવાદ-મુંબઈ વચ્ચે ક્રેશ બેરિયર લગાવવાનું શરૂ
ટ્રેનને અત્યાર સુધીમાં સાત અકસ્માત થયા
(એજન્સી) અમદાવાદ, રખડતા ઢોરને લઈને ટ્રેન અકસ્માતનની સંખ્યા વધી રહી છે. ત્યારે દેશની સૌથી ઝડપી વંદેે ભારત ટ્રેનના અકસ્માતને લઈને રેલ્વે તંત્રએ અમદાવાદ-મુંબઈ વચ્ચે મેટલ ક્રેશ બેરિયર લગાડવાનો નિર્ણય કર્યો છે. ર૦૦ કરોડથી વધુના ખર્ચેે આ પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે. જેમાં અમદાવાદથી રેલિંગ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સપ્ટેમ્બર-૩૦, ર૦રરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી સૌથી સ્પીડમાં ચાલતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન શરૂ થયાના માત્ર બીજા જ દિવસેેે અમદાવાદના વટવા નજીક આ ટ્રેન ભેંસ સાથે અથડાઈહતી. જેના કારણે એન્જીનના આગળના ભાગે નુકશાન થયુ હતુ.
દેશના તમામ રેેલ્વે ટ્રેક અત્યારે જમીન પર છે એવામાં ઢોરની સમસ્યા પણ રહેતી જાેવા મળે છે. જાે કે આવા પ્રશ્નને દૂર કરવા માટે ટ્રેનને ડીઝાઈન કરવામાં આવી રહી છે. વંદે ભારત ટ્રેનની ઘટના બાદ ટ્રેનનેે ે વધુ નુકશાન પહોંચ્યુ નથી. ટ્રેનના આગળના ભાગના સમારકામ બાદ ટ્રેન ફરી કાર્યરત છે.
ત્યારબાદ આ ટ્રેનને અલગ અલગ જગ્યા પર અકસ્માત થયો હતો. વારંવાર થતાં અકસ્માત બાદ રેલ્વે વિભાગ દ્વારા અમદાવાદ- સુરતની વચ્ચેના ૧૭૦ કિલોમીટરના અંતરમાં ર૦૦ કરોડથી પણ વધુના ખર્ચે ક્રેશ વેરિયર લગાવવાનું નક્કી કર્યુ છે. જેમાં હાલમાં અમદાવાદથી ક્રેશ બેરિયર લગાડવાનું શરૂ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેન ર૦ર૬થી અમદાવાદથી કાર્યરત થશે. જેના પર હાલમાં કામ પૂરઝડપે ચાલી રહ્યુ છે. જે અંતર્ગત અમદાવાદ રેલ્વે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવશે.