Western Times News

Gujarati News

ચિદમ્બરમની જામીન પર ઇડી પાસે સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યો

નવીદિલ્હી, આઇએનએકસ મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમની જામીન અરજી પર સુનાવણી થઇ હતી.સુપ્રીમ કોર્ટે ચિદમ્બરની જામીન અરજીની અપીલ પર પ્રવર્તન નિદેશાલય ઇડીને નોટીસ જારી કરી છે અને મામલાની આગામી સુનાવણી ૨૬ નવેમ્બરે કરવાનું નક્કી કર્યું છે. આ પહેલા આઇએનએકસ મીડિયા મની લોન્ડ્રીંગ મામલામાં તેમને જામીન આપવાનો દિલ્હી હાઇકોર્ટે ઇન્કાર કરી દીધો હતો દિલ્હી હાઇકોર્ટના આ આદેશને પડકાર આપતા ચિદમ્બરમ તરફથી અપીલ કરવામાં આવી હતી હવે આ મામલાની આગામી સુનાવણીની તારીખ ૨૬ નવેમ્બર નક્કી કરવામાં આવી હતી.

એ યાદ રહે કે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડેના નવા સોગંદ ગ્રહણની બેંચે એક યોગ્ય બેંચની સમક્ષ ચિદમ્બરમની જામીન અરજી મામલાને યાદીબધ્ધ કરવાનો આદેશ આપ્યો હતો.બેંચે મોડી સાંજે પોતાના આદેશમાં કહ્યું હતું કે ૨૦ નવેમ્બરે એક યોગ્ય બેંચની સમક્ષ આ યાદીબધ્ધ છે. આ પહેલા ચિદમ્બરમ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જામીન અરજીની સુનાવણીને તાકિદે યાદીબÎધ કરવાની માંગ કરી હતી સિબ્બલે બેંચને એ વાત કહી જેમાં ન્યાયમૂર્તિ ગવઇ અને સૂર્યકાંત પણ સામેલ છે ચિદમ્બરમ લગભગ ૯૦ દિવસોથી જેલમાં બંધ છે.

દિલ્હી હાઇકોર્ટે ૧૫ નવેમ્બરે ઇડી દ્વારા દાખલ મામલામાં ચિદમ્બરની જામીન અજીને રદ કરી દીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની વિરૂધ્ધ પ્રથમ દ્‌ષ્ટિઓ આરોપ ગંભીર પ્રકૃતિના હતાં અને તેમણે અપરાધમાં સક્રિય અને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી ચિદમ્બરમની પહેલીવાર આઇએનએકસ મીડિયા ભ્રષ્ટાચાર મામલામાં ૨૧ ઓગષ્ટે કેન્દ્રીય તપાસ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ૨૨ ઓકટોબરે સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપી દીધા હતાં.૧૬ ઓકટોબરે મની લોન્ડ્રીંગ મામલામાં ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી હતી વર્તમાનમાં ટ્રાયલ કોર્ટના આદેશ હેઠળ ૨૭ નવેમ્બર સુધી ન્યાયિક હિરાસતમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.