શહીદ દિન નિમિતે અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે શહીદોને શ્રધાંજલી અપાઈ
પ્રતિનિધિ.મોડાસા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણની આહુતી આપી છે તે મહાનવીરોની સ્મૃતિમાં તા. ૩૦ જાન્યુઆરીના શહીદ દિન ઉજવવામાં આવે છે. આ દિવસે સવારે ૧૧ કલાકે ૫ મિનિટ મૌન પાડવામાં આવે છે. જેથી સમગ્ર રાજ્યમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકાર દ્વારા જણાવાયું હતું જે સંદર્ભે આજે શહીદ દિન નિમિતે ૧૧ઃ૦૦ કલાકે જિલ્લા સેવા સદનના મુખ્ય દ્વાર ખાતે શહીદોના બલિદાનના માનમાં બે મિનિટનું મૌન પાળવા તમામ કચેરીના વડાઓ તેમજ કલેકટર કચેરીના શાખાધિકારીશ્રી/કર્મચારી સમયસર ઉપસ્થિત રહ્યા હતા
જિલ્લા સેવા સદનના મુખ્ય દ્વાર ખાતે નિવાસી અધિક કલેકટર શ્રી એન.ડી.પરમારની હાજરીમાં તમામ કચેરીના વડાઓ તેમજ કલેકટર કચેરીના શાખાધિકારીશ્રી/કર્મચારીઓએ શહીદોના બલિદાનના માનમાં બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રધાંજલી અર્પી તસ્વીર બકોર પટેલ મોડાસા