Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ગાંધી નિર્વાણ દિને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

(ડાંગ માહિતી )આહવાઃ તારીખ ૩૦મી જાન્યુઆરી – ગાંધી નિર્વાણ દિનને દેશમાં ‘શહીદ સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવી, દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવે છે. ડાંગ જિલ્લા વહીવટી તંત્રે પણ દેશ સમસ્તની જેમ બરાબર અગિયાર વાગ્યાના ટકોરે બે મિનિટનું મૌન પાળી, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગાવિત સહિત ચિટનિશ શ્રી અર્જુન ચાવડા, મામલતદાર શ્રી યુ.વી.પટેલ, અને નાયબ મામલતદાર શ્રી પ્રકાશભાઇ મહાલા સહિત મહેસુલી અધિકારી, કર્મચારીઓએ ૧૧ વાગ્યે, સાયરનના ધ્વનિ સાથે જ બે મિનિટનુ મૌન પાળી, શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો જિલ્લા પંચાયતની મહેકમ શાખા દ્વારા પણ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જાેશી તથા તેમના કર્મયોગીઓએ બે મિનિટનું મૌન ધારણ કર્યું હતું. આ સાથે જ જિલ્લા અને તાલુકાઓની જુદી જુદી કચેરીઓમા પણ સંબંધિત અધિકારી, કર્મચારીઓએ શહીદોની સ્મૃતિમા બે મિનિટનુ મૌન પાળી, શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers