ડાકોર શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ શાદીનું આયોજન કરાયું
(પ્રતિનિધિ)સેવાલીયા, ખેડા જિલ્લા યાત્રાધામ ડાકોર માં માર્કેટ યાર્ડ ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ડાકોર બ્રાન્ચ નં ૧૫૫ દ્વારા પ્રથમ સમૂહ શાદી નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માં ૧૧ દુલ્હા દુલ્હનોએ ભાગ લીધો હતો તેમજ ૧૧ દુલ્હા દુલ્હન ના નિકાહ પીરે તરીકત સૈયદ મુસ્તાક અલી બાપુ, મૌલાના મુનાજીર હુસેન, મૌલાના ઉસ્માનગની વહોરા, વીરપુર વાળા નસરુદ્દીન બાપુ દ્વારા પઢાવવા આવ્યા હતાં.
પ્રથમ સમૂહ સાદી કાર્યક્રમ માં દરેક કપલ ને તિજાેરી પલંગ વાસણ તેમજ ઘર વખરીની તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી..આ કાર્યક્રમ માં ઠાસરા તાલુકાના ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર ના પુત્ર શ્રી દેવરાજસિંહ પરમાર , જનાબ સૈયદ કાદરી કલંદર બાવા પાલીવાળા શ્રી રાજુભાઈ પટેલ, શ્રી મહન્ત દીપ જનકકુમાર, જનાબ હાજી શકીલભાઈ ચાવાલા સેવાલિયા, જનાબ હાજી સલીમભાઇ મહેમદાવાદ વાળા, જનાબ જીયાઉદ્દીન વ્હોરા, જનાબ ઇમરાન ભાઈ વહોરા ડાકોર નગર પાલિકા પ્રમુખ શ્રી વિકાસભાઈ પટેલ શ્રી ડોક્ટર હરેન્દ્ર ભાઈ પંડ્યા, શ્રી રાધી ભાઈ પટેલ શ્રી રાકેશ ભાઈ ઉપાધ્યાય તથા ડાકોર ગામના હિન્દૂ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ઇરફાન યું. વહોરા એ કર્યું હતું શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ડાકોર ના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી તથા ટ્રસ્ટ ના તમામ સભ્યો તેમજ ડાકોર શહેર હિન્દૂ મુસ્લિમ અગ્રણીઓ સાથે મળી ભારે જહેમત ઉઠાવી આજના શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ડાકોર ના પ્રથમ સમૂહ સાદી કાર્યક્રમ ને સફળ બનાવ્યું હતું. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ડાકોર બ્રાન્ચ ૧૫૫ ના તમામ હોદ્દેદારો દ્વારા આજના સમૂહ સાદી કાર્યક્રમમાં ભાગ લેનાર દાતાઓ તેમજ હિન્દૂ મુસ્લિમ અગ્રણીઓ નું આજના પ્રથમ સમૂહ શાદી ના કાર્યક્રમને સફળ બનાવવા બદલ શૈખૂલ ઇસ્લામ ડાકોર ના પ્રમુખ જનાબ પરવેઝ મન્સૂરી તથા ઉપપ્રમુખ જનાબ વસીમ વાય. વહોરા તરફથી તમામ લોકોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યક્રમની આભાર વિધિ જનાબ અલ્તાફભાઈ આઇ. વહોરા સેક્રેટરી એ કરી હતી