Western Times News

Gujarati News

ટીવી એક્ટર રુમી ખાને છોડી દીધો દાસ્તાન-એ-કાબૂલ શો

મુંબઈ, તુનિષા શર્માનું મોત થયું ત્યારથી અલી બાબાઃ દાસ્તાન-એ-કાબૂલ ચર્ચામાં છે. લીડ એક્ટ્રેસે ૨૪ ડિસેમ્બરના રોજ સેટ પર રહેલા મેકઅપ રૂમમાં આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું.

તેના માતા વનિતા શર્માએ નોંધાવેલી દુષ્પ્રેરણાની ફરિયાદના આધારે કો-એક્ટર અને પૂર્વ બોયફ્રેન્ડ શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી અને ત્યારથી તે જેલમાં છે.

સીરિયલની ટીમમાં અત્યાર સુધીમાં ઘણા ફેરફાર થયા છે અને આ બધાની વચ્ચે આમિર રહેમાનીની ભૂમિકામાં જાેવા મળેલા રુમી ખાને શો છોડ્યો છે. જણાવી દઈએ કે, પાંચ વર્ષના લાંબા બ્રેક બાદ તેણે અલી બાબા થકી ટીવી સ્ક્રીન પર કમબેક કર્યું હતું.

રુમી ખાને જણાવ્યું હતું કે, શો હાથમાં લીધો તે પહેલા, મેં બે ફિલ્મો સાઈન કરી હતી જેના શૂટ માટે મારે બહાર ટ્રાવેલ કરવું પડતું હતું. મારું પાત્ર મહત્વનું હોવાથી હું વધારે દિવસ ફાળવીશ તેવી અપેક્ષા હતી. પરિણામરુપે, તારીખ અને બધા પ્રોજેક્ટ વચ્ચે બેલેન્સ જાળવવાનું મુશ્કેલ થઈ ગયું હતું.

તેથી, મેકર્સ સાથે ચર્ચા કર્યા બાદ મેં થોડા દિવસ પહેલા જ ઓફિશિયલી શો છોડ્યો હતો. પ્રોડ્યૂસર્સ મારી વાતને સમજ્યા હતા અને હું ફરીથી તેમની સાથે કામ કરવાનું પસંદ કરીશ.

રુમી, જે શાહરુખ ખાનની ફિલ્મ પઠાણમાં જાેવા મળ્યો હતો, તેણે સ્પષ્ટતા કરી હતી કે, સેટ પર ૨૪મી ડિસેમ્બરે તુનિષા શર્મા સાથે થયેલી અઘટિત ઘટનાના કારણે શો છોડ્યો નથી. તેણે ઉમેર્યું હતું કે ‘શો છોડવાના મારા ર્નિણયને તુનિષાના દુઃખદ અવસાન સાથે કોઈ લેવાદેવા નથી. તે મારા માટે બાળક જેવી હતી.

અલી બાબા પહેલા મેં તેની સાથે ચક્રવર્તી સમ્રાટ અશોક અને શેર-એ-પંજાબઃ મહારાજા રણજીત સિંહમાં કામ કર્યું હતું, જેમાં તેણે મારી દીકરીનું પાત્ર ભજવ્યું હતું. તે ઘણીવાર મને કહેતી હતી કે, હું તેના પિતા જેવો લાગું છું, જેમનું મોત થોડા વર્ષ પહેલા થયું હતું. તેથી, અમારી વચ્ચે એક ઊંડું બોન્ડિંગ હતું’.

આ સાથે એક્ટરે કહ્યું હતું ‘અમે ક્યારેય અમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને મિક્સ કરતાં નહોતો. તેને ગુમાવીને ખૂબ જ દુઃખદ અને લાચારી અનુભવી રહ્યો છું. જાે કે, શો પર ઘણા લોકોનો જીવનનિર્વાહ ચાલી રહ્યો હોવાથી અમારે આગળ વધવું પડ્યું. જાે મારી પાસે ફિલ્મો ન હોત તો મેં અલી બાબા સાથે કામ કરવાનું યથાવત્‌ રાખ્યું હોત’.

નવા અલી તરીકે શો સાથે જાેડાયેલા અભિષેક નિગમના રુમી ખાને વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું મેં તેના નાના ભાઈ સિદ્ધાર્થ સાથે કામ કર્યું છે, તેથી હું બંનેને જાણું છું. અભિષેક ટેલેન્ટેડ એક્ટર છે. તે એક નવી કહાણી છે અને હું ટીમને ઓલ ધ બેસ્ટ કહેવા માગુ છું. જણાવી દઈએ કે, અલી બાબાઃ દાસ્તાન-એ-કાબૂલનું નામ બદલીને હવે ‘અલી બાબાઃ એક અંદાઝ અનદેખા ચેપ્ટર ૨ કરી દેવામાં આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.