Western Times News

Gujarati News

સુરત જેવી કામગીરી કરાવવી હોય તો તેના જેવો પગાર આપોઃ AMC સામે નોકરમંડળે બાંયો ચઢાવી

પ્રતિકાત્મક

અમદાવાદ, દરેક કામમાં સુરતના દાખલા ટાંકતાં મ્યુનિ.સત્તાધીશો સામે બાંયો ચઢાવતાં નોકરમંડળે સુરત જેવી કામગીરી કરાવવી હોય તો દરેક ખાતામાં શીડયુલ મુજબ સ્ટાફની ભરતી કરવા અને સુરત જેવા પગારધોરણો આપવાની માંગણી કરી છે.

મ્યુનિ.નોકરમંડળના જનરલ સેક્રેટરી કલ્પેશ મકવાણાએ મ્યુનિ.સત્તાધીશો સામે આક્રોશ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, મ્યુનિ.ના તમામ કર્મચારીઓને અનેક પ્રકારે અન્યાય કરવામાં આવી રહયો છે. ઓછા કર્મચારીઓ પાસેથી વધુ કામ લેવાની ખાનગી કંપનીઓ જેવી માનસિકતા અધિકારીઓમાં આવી ગઈછે. મ્યુનિ.ના સંચાલન માટેના જીપીએમસી એકટ મુજબ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

તેમણે કહયું કે, મ્યુનિ. એકટ મુજબ, દરેક ઝોનમાં સફાઈ કામદારો માટે આવાસ બનાવવાની જાેગવાઈને સત્તાધીશોએ ર૦ વર્ષથી અભરાઈએ ચઢાવી દીધી છે. અને વર્ષો જુના સ્ટાફ કવાટર્સને પણ રીડેવલપમેન્ટ કરાવવાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી નાખ્યા છે.

નોકરમંડળના જનરલ સેક્રેટરીએ સત્તાધીશો ઉપર પ્રહારો કરતાં કહયું કે, મ્યુનિ.હદ-વિસ્તારમાં વધારો કરાયો છે. પરંતુ તેની સામે સફાઈ કામદારથી માંડીને અન્ય ખાતાના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. શહેરમાં એક લાખની વસતીએ ર.૪૪ એટલે કે ત્રણ સફાઈ કામદાર હોવા જાેઈએ તેની સામે હાલમાં ૧.૮૩ એટલે કે બે જ સફાઈ કામદાર રાખવામાં આવ્યા છે.

તેમણે કહયું કે, રાજયની અન્ય મહાનગરપાલિકાઓની સરખામણીએ અઅમદાવાદ મ્યુનિ.માં અનેક પ્રકારની વિસંગતતાઓ જાેવા મળી રહી છે. બિનજરૂરી બઢતી આપીને મ્યુનિ. તિજાેરી પર બોજ વધારી દીધા બાદ એસ્ટાબ્લિસમેન્ટ ખર્ચના નામે છેલ્લા કેટલાય વર્ષથી નવી ભરતી પર બ્રેક મારી દેવામં આવી છે.

આથી મ્યુનિ. કર્મચારીઓના હિતમાં નોકરમંડળ દ્વારા ૧લી ફેબ્રુઆરીએ સારંગપુર ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતીમાંથી મ્યુનિ. કચેરી સુધી રેલી યોજવામ આવશે. અને ત્યારબાદ મ્યુનિ.સત્તાધીશો ર૯ માંગણીઓ સાથેનું આવેદનપત્ર સુપરત કરાશે. આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ૧૪ દિવસ બાદ હડતાળ પાડવામાં આવશે.

નોકરમંડળના પ્રમુખ દેવકરણ સાબરીયાએ ફાયરબ્રીગેડ વિભાગના કર્મચારીઓને આવશ્યક સેવાના નામે ર૪ કલાક હાજર રાખવાના નિયમનો વિરોધ કરતાં કહયું કે, અન્ય શહેરોમાં દરેક કર્મચારીઓ માટે આઠ કલાકની ડયુટી હોયફ છે. પરંતુ અહી તો કોઈ કર્મચારીને સામાજીક કામ માટે બહાર જવું હોય તો નોધણી કરાવવી પડે છે. તેથી નોકરમંડળ ફાયરબ્રીગેડ માટે પણ આઠ કલાકની ડયુટીની માંગણી કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.